________________
દ્વિતીય રત્ન ] પ્રાસાદ રચનવિધિ.
विंशोचं षट्त्रिंशान्तं हस्ते कार्या तदर्द्धका ॥ षत्रिंशोवं शतार्धान्तं तदर्धन क्रमाङ्गला ॥१६०॥ .
એક ગજના પ્રાસાદને પીઠ બાર (૧૨) આંગળ ઉચી કરવી અને પછી પાંચ ગજ સુધી ગજે પાંચ આંગળ, પાંચથી દશ ગજ સુધી ચાર આંગળ, દશથી વિસ ગજ સુધી ત્રણ આંગળ, વીસથી છત્રીસ ગજ સુધી દેઢ (૧) આંગળ અને છત્રીસથી પચાસ ગજ સુધી પિણા (બ) આંગળની વૃદ્ધિ કરવી. ૧૫૮, ૧૫૯, ૧૬૦.
પીઠમાન બીજું. पीठमध त्रिपादांशे एकद्वित्रिकरैहे ॥ चतुर्हस्ते त्रिसाधान्तं पादान्तं पञ्चहस्तके ॥ १६१ ॥ दशविंशतिषत्रिंशत्शतार्धहस्तकावधि ॥
वृद्धिर्वेदत्रियुग्मैका संख्या स्यादङ्गुलै; क्रमात् ॥ १६२॥
એક ગજના પ્રાસાદને અર્ધાશે (બાર આંગળ) , બે ગજનાને ત્રીજા ભાગે (સેળ આંગળ), ત્રણ ગજના પ્રાસાદને ચોથા ભાગે (૧૮ આંગળ), ચાર ગજનાને સાડા ત્રણ ભાગે (લગભગ ૨છા આંગળ) અને પાંચ ગજના પ્રાસાદને ચેથા ભાગે ( ત્રીસ આંગળ) પીઠ કરવી. પાંચથી દશ ગજ સુધી જે ચાર આંગળ, દશથી વીસ ગજ સુધી ત્રણ આંગળ, વીસથી છત્રીસ ગજ સુધી બે આંગળ અને છત્રીસથી પચાસ ગજ સુધી ગજે એક આંગળ પીઠમાનમાં વૃદ્ધિ કરવી. ૧૬૧, ૧૬૨.
पञ्चमांशं ततो हीनं कनीयः शुभलक्षणम् ।
पञ्चमांशाधिकञ्चैव ज्येष्ठं त्वष्ट्रा विवक्षितम् ॥ १६३ ॥ ઉપરના પ્રમાણથી પાંચમા અંશે ઓછી કરે તે કનિષ્ઠ માનની અને પાંચમા ભાગે અધિક ( ઉંચાઈમાં) કરે તે છ માનની પીઠ થાય અને તે શુભ લક્ષણ છે એમ શ્રી વિશ્વકર્માએ કહ્યું છે. ૧૬૩.
शुभदं सर्वतोभद्रं पद्मकश्च वसुंधरम् ॥ सिंहपीठं ततो व्योम गरुडं हंसमेव च ॥ १६४ ॥ वृषभं यद् भवेत्पीठं मेरुमाधारकारणम् । पीठमानमिति ख्यातं प्रासादे आदिसीमया ॥ १६५ ॥ .