________________
શિલ્પ રત્નાકર
[[દ્વિતીય રત્ન એક આંગળ એટલે ગજે પા (વા) આગળની વૃદ્ધિ કરવી. આ ત્રીજુ ભીટમાન જાણવું તથા એક ગજથી પચાસ ગજ સુધી ગજે એક આંગળની વૃદ્ધિ કરવી એ ભીટનું ચોથું માન જાણવું. ૧૫૧, ૧૫ર, ૧૫૩.
एकद्वित्रीणि भीटानि हीनहीनानि कारयेत् ॥
इस्योदयप्रमाणेन चतुर्थाशेन निर्गमम् ॥१५४॥ એક, બે અને ત્રણ ઉપરા ઉપરી એક બીજાથી નાનાં ભીટ કરવાં અર્થાત્ એક બીજાથી પા ભાગે ઉપરનાં ભીટ નાના કરવાં અને તે દરેકને પોતાની ઉંચાઈના પ્રમાણથી ચોથા ભાગે નીકળતાં રાખવાં. ૧૫૪.
एकभीटं द्विभीटं वा भीटत्रयमथोच्यते ॥
मुक्तिकं पुष्पकञ्चैव ह्रस्वं धर्मयशोऽपि च ॥१५॥
અનુક્રમે એકબે અથવા ત્રણ ભીટ કરવાં. તેમનાં અનુક્રમે મુક્તિક, પુષ્પક અને ધર્મશ; એવાં ત્રણ નામે જાણવાં. ૧૫૫.
तृतीये च तदर्धेन चिप्पिकैः पुष्पकान्वितैः॥
उच्छ्रयात् पादनिष्कासं कुर्याद्वै स्वस्वमानतः ॥१५६॥
ભીટમાનમાં ત્રણ ભાગ કરી ઉપરના ત્રીજા ભાગમાં અર્ધભાગે પુષ્પયુક્ત ચિપિકાએ કરવી અને દરેક ભીટ તિપિતાની ઉચાઈના માને પા ભાગ નીકારે રાખવું. ૧પ૬.
कर्णभद्रोपभद्राश्च रथोपरथकर्णिकाः॥
भीटस्यापि त्विदं मानं पीठचैव तदूर्ध्वतः ॥१५॥ કર્ણ, ભદ્ર, ઉપમુદ્ર તથા રથ, ઉપરથ અને કર્ણિકા, આ અગે શીટમાં પણ કરવાં અને ભીટ ઉપર પીઠ કરવી. ૧૫૭.
પ્રાસાદ પીઠમાન. एकहस्ते तु प्रासादे पीठं वै द्वादशाङ्गलम् ।। हस्तादिपञ्चपर्यन्तं स्मृता पञ्चाङ्गला करे ॥१५८॥ पश्चोर्ध्व दशपर्यन्तं वृद्धिवेदाङ्गला भवेत् ॥ दशोज़ विंशपर्यन्तं हस्ते चैवाङ्गलत्रया ॥ १५९ ॥