________________
દ્વિતીય રત્ન] પ્રાસાદ રચનાવિધિ,
त्रिद्वयेकभ्रमसंयुक्ता ज्येष्ठमध्यकनिष्ठिकाः॥
उच्छ्रायस्य त्रिभागेन भ्रमणीनां समृच्छ्रयः ॥१३७॥ ત્રણ, બે અથવા એક બ્રમણવાળી (પ્રાસાદને ફરતી) જગતી કરવી. તે અનુક્રમે , મધ્યમ અને કનિષ્ઠ કહેવાય છે. તે ભ્રમણીઓની ઉચાઈ જગતીની ઉચાઇના ત્રીજા ભાગે એક બીજીથી ઓછી કરવી. ૧૩૭.
જગતના ખૂણુ અને ફાલનાઓ વિષે. चतुःकोणैस्तथा सूर्यकोणैर्विशतिकोणकैः ॥
अष्टाविंशतिषत्रिंशत्कोणैः स्युः पञ्च फालनाः ॥१३८॥ ૧ ચાર (૪), ૨ બાર (૧૨), ૩ વીસ (૨૦), ૪ અઠ્ઠાવીસ (૨૮) અને ૫ છત્રીસ (૩૬) ખૂણાઓવાળી જગતી કરવાથી પાંચ પ્રકારની જગતીની ફાલનાએ થાય છે. ૧૩૮.
જગતીની ઉચાઇનું પ્રમાણ. प्रासादार्धाकहस्तान्ता त्र्यंशे द्वाविंशतिः कराः॥
द्वात्रिंशदन्ता तुर्यांशे भूतांशे च शतार्धका ॥१३९॥
એક ગજથી બાર (૧૨) ગજ સુધી પ્રાસાદની પહેળાઈના માનથી અર્ધા માને જગતી ઉચી કરવી અર્થાત્ દરેક ગજે બાર આંગળ સમજવી. બાર (૧૨) થી બાવીસ (૨૨) ગજ સુધી ત્રીજા ભાગે અર્થાત પ્રત્યેક ગજે આઠ (૮) આંગળ, બાવીસ (૨૨) થી બત્રીસ (૩૨) ગજ સુધી ચોથા ભાગે અર્થાત્ દરેક ગજે છ (૬) આંગળ અને બત્રીસ (૩ર)થી પચાસ (પ) ગજ સુધી પાંચમા અંશે અર્થાત દરેક ગજે પણ પાંચ (૪) આંગળની વૃદ્ધિ કરવી. આ જગતની ઉચાઈનું પહેલું પ્રમાણ સમજવું. ૧૩૯.
જગતીની ઉચાઈનું બીજું પ્રમાણ एकहस्ते तु प्रासादे जगती तत्समोदया॥ द्विहस्ते हस्तसार्द्धश्च त्रिहस्ते च द्विहस्तकम् ॥१४॥ सार्धद्विकर उत्सेधः कार्यश्चतुःकरान्विते ॥ चतुर्हस्तोपरिष्टाच यावद् द्वादशहस्तकम् ॥१४१॥ प्रासादार्धप्रमाणेन त्रिभागेन ततः परम् ।। चतुर्विंशतिपर्यन्तं कर्तव्यश्च सुलक्षणम् ॥१४२॥