________________
શિલ્પ રત્નાકર [[દ્વિતીય રત્ન પ્રાસાદની પોળાઈના પ્રમાણુથી બમણી, ચારગુણ અને પાંચગુણી જગતી કરવી. તે અનુક્રમે યેષ્ઠ, મધ્યમ અને કનિષ્ઠ માનની જાણવી. ૧૩૧.
कनिष्ठे कनिष्ठा ज्येष्ठे ज्येष्ठा मध्ये च मध्यमा ॥
प्रासादे जगती कार्या स्वरूपा लक्षणान्विता ॥१३२॥ કનિષ્ઠ માનના પ્રાસાદને કનિષ્ઠ, મધ્યમ માનના પ્રાસાદને મધ્યમ અને જયેષ્ઠ માનના પ્રાસાદને જયેષ્ઠ માનની જગતી લક્ષવડે યુક્ત સ્વરૂપવાળી કરવી. ૧૩૨.
जगत्यास्त्रिचतुःपञ्चगुणं देवपुरं त्रिधा ॥
एकद्विवेदसाहौहस्तैः स्याद्गजमंदिरम् ॥१३३॥ પ્રાસાદથી ત્રણગુણી, ચારગુણી અને પાંચગુણ જગતી કરે તે એ ત્રણે દેવપુર” નામની જગતીએ ગણાય છે તથા એક, બે અને ચાર હજાર ચોરસ ગજના પ્રમાણુથી જગતી કરવામાં આવે તે તે “ગજમંદિર” નામે કહેવાય છે. ૧૩૩.
कलाष्टवेदहस्तैः स्याज्जगती राजपुरं समम् ॥
दैर्य तुल्या सपादेन सा(शेनाधिका शुभम् ॥१३४॥
સોળ (૧૬), આઠ (૮) અને ચાર (૪) ગજની જગતી કરે તો તે “રાજપુર” સમાન કહેવાય અને લંબાઈ તથા પહેળાઈમાં સરખી તેમજ પહેળાઈથી સવાથી અથવા દોઢી લંબાઈમાં અધિક કરે છે તે પણ શુભ છે. ૧૩૪.
रससप्तगुणा ज्ञेया जिनपर्यायसंस्थिता ॥
अर्काय च प्रकर्तव्या तथा च पुरुषत्रये ॥१३५॥ પ્રાસાદથી ગુણી તથા સાતગુણી જગતી જિનના દેવાલને કરવી. સૂર્યના દેવાલયને તથા પુરૂષત્રય એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના દેવાલયને પણ તે પ્રમાણે કરવી. ૧૩૫.
मण्डपानुक्रमेणैव सपादांशेन सार्धतः ॥
द्विगुणा बाह्यतः कार्या सहस्तायतने विधिः ॥१३६॥ મંડપના અનુક્રમે બહારના ભાગે જગતી નીકળતી મંડપથી સવાઈ દેઢી અથવા બમણું કરવી. ૧૩૬.