________________
શિલ્પ રત્નાકર
[દ્વિતીય રત્ન शक्तिं दण्ड तथा खड्गं पाशाङ्कुशगदास्तथा ॥ त्रिशूलं वज्रकञ्चैव आयुधानि प्रकल्पयेत् ॥११५॥ रक्तं श्यामं तथा नीलं पाण्डुरं श्वेतवर्णकम् ॥
हरितं शुक्लपीते च वस्त्राणि परिदापयेत् ॥११६॥ પ્રાસાદના માન પ્રમાણે શિલાઓ તૈયાર કર્યા પછી અગ્નિકેથી આરંભી શિલાઓ ઉપર નીચે પ્રમાણે સ્વરૂપે કરવાં. ૧૧૪.
અગ્નિકોણની શિલામાં શક્તિ, દક્ષિણ દિશાની શિલામાં દંડ, નિત્ય કેણની શિલામાં બ, પશ્ચિમની શિલામાં પાશ, વાયવ્ય કોણની શિલામાં અંકુશ, ઉત્તરની શિલામાં ગદા, ઈશાન કોણની શિલામાં ત્રિશૂલ અને પૂર્વની શિલામાં વજ; આ આયુદ્ધ કરવા અને ઉપરના ક્રમે શિલાઓ ઉપર રાતું, કાળું, આસમાની, પાંડુરંગુ, ધળું, લીલું, સફેદ અને પીળું એવાં વસ્ત્રો ઓઢાડવાં. ૧૧૫, ૧૧૬.
शिला निवेशयेत्पूर्व शिलाः पीठनिबंधनम् ॥ जंघा च शिखरस्यैव वेदिका कलशान्तिकम् ॥११७॥ शिलोपरि समस्तं तु शिलाध उपपीटकम् ॥ एषा युक्तिर्विधातव्या शिलानां लक्षणं शुभम् ॥११८॥ संपुटेषु त्वधो खाते निधिकुंभान्नियोजयेत् ॥
शङ्खपद्ममहापद्ममकराः कुन्दनालको ॥११९॥ 5પ્રથમ શિલાઓનું સ્થાપન કરવું; કારણ કે શિલાઓ પ્રાસાદની પીઠનું બંધારણ છે. જઘા શિખર સુધીનું તથા વેદિકા (જગતી) કલશ સુધીનું બંધારણ છે. ૧૧૭
આ અષ્ટ શિલાઓ ઉપર પીઠાદિ સમસ્ત પ્રાસાદની રચના કરવી અને શિલાઓથી ઉપપીઠ (કણપીઠ) વિગેરે ફાલનાના ભાગે નિકળતા રાખવા. આ યુક્તિ પ્રાસાદ રચનામાં શિલાઓનું સ્થાપન કરવા માટે જવી, એ શુભ લક્ષણ છે. ૧૧૮.
ખાતમાં શિલાઓની નીચે સંપુટા કરી તેમાં શંખ, પા, મહાપદ્મ, મકર, કુંદ, નાલ, ક૭૫, મુકુંદ અને ખર્વ, આ નવ નિધિની સ્થાપના કરવી. ૧૧૯.
પ્રથમ શિલા સ્થાપન વિધિ. ईशानादग्निकोणाद्वा शिलाः स्थाप्याः प्रदक्षिणाः ॥ मध्ये कूर्मशिला पश्चाद्गीतवादित्रमङ्गलैः ॥१२०॥