________________
૧. વાસ્તુશાસ્ત્ર-દેશ, પથ, નગર, દુર્ગ, જળાશય, રાજપ્રાસાદ, દેવપ્રાસાદ, સામાન્ય જ્ઞાન, શિરાજ્ઞાન, ભૂમિ પરીક્ષા એ સર્વ વિદ્યાનું શાસ્ત્ર એ વાસ્તુશાસ્ત્ર.
૨. સ્થાપત્ય-નગર, દુગ, જળાશય, રાજપ્રાસાદ વગેરે વિશાળ બાંધકામ સ્થાપત્ય.
૩. શિલ્પ–દુર્ગનાં દ્વાર, રાજભવન, દેવપ્રસાદ, જળાશય આદિ સ્થાપના સુશોભન, અલંકરણ, મૂર્તિ-પ્રતિમા, ગોખ, જરૂખા આદિ અલંકૃત ભાગ તે શિલ્પ
શિલ્પીઓના કર્તાની પ્રશંસા- ભારતના શિલ્પીઓએ પુરાણના પ્રસંગને પાષાણમાં સજીવ કેતર્યા છે. તેમનાં ટાંકણાની સર્જનશકિત પ્રશંસાને પાત્ર છે. જડપાષાણને વાચા આપનારા આવા કુશળ શિપીઓ પણ કવિ જ છે. તેઓ ભારે ધન્યવાદને પાત્ર છે. અલબત્ત કલા કઈ ધર્મ કે જાતિની નથી. એ તે સમગ્ર માનવસમાજની છે. ભારતીય શિલ્પીઓએ આ કળા દ્વારા સ્વર્ગ – વૈકુંઠને પૃથ્વી પર ઉતાર્યું છે. સ્થાપત્ય કળા પ્રત્યે આજે રાજકર્તા સરકાર બેદરકાર બની છે એ દેશનું દુર્ભાગ્ય સૂચવે છે.
જડ પાષાણુમાં પ્રેમ, શૌર્ય, હાસ્ય, કરુણું કે કોમળ ભાવ મૂર્તિમંત કરે બહુ કઠીન છે. ચિત્રકાર તો રંગ રેખાથી તે દર્શાવી શકે છે, જ્યારે શિલ્પી રંગની મદદ વિનાજ પાષાણમાં ભાવ સર્જન કરે છે તેમાં તેની અપૂર્વ શક્તિ રહેલી છે. ભારતીય કળાએ તે જગતના શિલ્પ સ્થાપત્યમાં ઘણે કિંમતી ફાળે આપે છે.
- ભારતીય શિલ્પ સ્થાપત્ય પર વિધમીઓના સાત વર્ષના પ્રહાર પછી પણ શિવપીઓએ કળાને જીવતી રાખી છે. પાશ્ચાત્ય શિલ્પીઓ તાદશ્યતાનું નિરૂપણું અનુકરણ કરે છે, ત્યારે ભારતીય શિલ્પીઓએ પિતાની કૃતિમાં ભાવના રેડવાનું કઠીન કાર્ય કર્યું છે.
અનેક કવિઓ સ્ત્રીની પ્રકૃતિ વિકૃતિના ગુણેના ગાન ગાય છે. તેનાં સૌદર્યનું પાન કરાવનાર ભવભૂતિ અને કાળીદાસ જેવા મહાન કવિઓએ તેનાં રૂપ અને ગુણોની શાશ્વત ગાથા ગાઈ છે. તેની પ્રકૃતિથી રીઝેલા ભારતીય શિલ્પીએ એ સ્ત્રી સંદર્યને માતૃત્વભાવે પ્રદર્શિત કર્યું છે, જ્યારે પાશ્ચાત્ય શિલ્પીઓએ વાસનાના ફળ રૂપે તેને કંડારી છે.