________________
ભારતીય શિપિીઓએ ભારતીય જીવન દર્શન અને સંસ્કૃતિને પોતાનું સર્વોત્તમ લક્ષ માનીને રાષ્ટ્રના પવિત્ર સ્થાને પસંદ કરીને ત્યાં પિતાનું જીવન વીતાવીને વિશ્વની શિલ્પકળાના ઇતિહાસમાં અદ્વિતીય વિશાળ ભવનના નિર્માણ કર્યા છે, જે જોતાંજ હૈ કેઈ આશ્ચર્યમુગ્ધ બને છે.
ભારતીય શિલ્પીઓએ પહાડમાંથી દીર્ઘકાય શિલાએ બેદી કાઢીને ભૂખ અને તરસની પણ પરવા કર્યા વગર પિતાના ધર્મની મહત્તમ ભાવના રાષ્ટ્રના ચરણોમાં ધરી છે. જનતા જનાર્દન અને ધર્મ સંસ્કૃતિના પ્રતીકનું પ્રસ્થાપન કર્યું છે. જનતાએ પણ શંખનાદ વડે પિતાના શિલ્પકારની અક્ષય કીર્તિને ચતુર્દિશ ફેલાવી છે. જગતે આવા શિપીઓની અજબ સ્થાપત્ય કળાના કારણે ભારતને અજરઅમર પદે સ્થાપેલ છે. આવા પુણ્યવાન શિલ્પીઓને કેટિ કેટિ ધન્યવાદ ઘટે છે.
શિલ્પના આદ્યપ્રણેતા વિશ્વકર્માની ઉત્પત્તિ વિશે પૃથક પૃથક મતો છે. તેમાં પુણેમાં દક્ષપ્રજાપતિની ૬૦ કન્યાઓમાંથી દસ કન્યા એ “ધર્મ” ના વેરે પરણાવી તેમાંની “વવું” નામની કન્યાથી અષ્ટ વસુ થયા. તેમાંના કનિષ્ઠ પુત્ર પ્રભાસ થયા. તેઓએ મહર્ષિ ભૃગુની બહેન સાથે પાણિગ્રહણ કર્યું તેનાથી વિશ્વકર્મા થયા. આમ પુરાણમાં ઉલ્લેખ છે.
માનસર ગ્રંથમાં વિશ્વકર્મા સત્યયુગમાં મૃગશીર્ષમાં બ્રહ્મકુળમાં થયેલા. વિશ્વકર્મપુરાણના આધારે વર્તમાનમાં શિપીએ મહા સુદ ૧૩ ના તેમના જનમેન્સવ શિપી વગ ઉજવે છે.
સૂત્રસંતાન અપરાજિત ગ્રંથમાં શ્રી વિશ્વકર્માના ચાર માનસપુત્રો (૧) જય (૨) વિજય (૩) સિદ્ધાર્થ અને (૪) અપરાજિત કહ્યા છે. અન્યમાં મય અને ત્વષ્ટા નામ પણ આપેલાં છે.
પદ્મપુરાણ ભૂખંડમાં વિશ્વકર્માનાં પાંચ મુખથી પાંચ શિલ્પીઓ ઉત્પન્ન થયા તેમ પદ્મપુરાણના ભૂખંડના કહેલ છે. તે વિરાટ વિશ્વકર્મ કદા છે તે પંચાનને અને ચાલાદિ પૂજે છે.
સૂત્રસંતાન ગ્રંથમાં ચારે માનસ પુત્રોને વિશ્વકર્માએ જ્ઞાન આપ્યાનું જણાવે છે.'
૧. જયને હેમવત પાછળ એક ગુફાશ્રમના રમ્ય સ્થાને શ્રી વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્ર સંબંધનું જ્ઞાન આપ્યું. તેની ચોવીશ હજાર ( ગ્રંથ) શ્લેક પ્રમાણની ગ્રંથાકારે ૨ચના થઈ.