________________
મંડન નામને સૂત્રધાર સેળમી સદીમાં થયેલ તેના પિતા ગુજરાત પાટણના ભારદ્વાજ ગોત્રના હતા. તેઓ મેવાડના રાણા કુંભાના નિમંત્રણથી ગુજરાતમાંથી મેવાડમાં વસેલા. તે વિદ્વાનના કાળમાં શિલ૫ર્ચા અસ્તવ્યસ્થ અને ઘણા અશુદ્ધ થયેલા તેને પુનરૂદ્ધાર વિદ્વાન મંડન કરીને તેણે નવા ગ્રંથેની રચના કરી. પ્રાસાદાંડન, રૂપાંડન, વાસ્તુમંડન, રાજવલભદેવતા મૂર્તિ પ્રકરણ, રૂપાવતાર વગેરે શિલપગ્રંથની સુંદર રચનાઓ કરી. તેના પરિવારમાં ગોવિંદે “કલાનિધિ” અને “ઉદ્ધાર દેરણી”, મંડનના કનિષ્ઠબંધુ માધજીએ વાસ્તુમંજરી”, મંડનના બે પુત્રો ગોવિંદ અને ઈશર, અને ઈશરને પુત્ર છીતા થયે. સૂત્રધાર રાજસિંહે “વાસ્તુશાસ્ત્ર, સૂ સુખાનંદે “સુખાનંદવાસ્તુ”, પં. વસુદેવે “વાસ્તુપ્રદીપ”, “સરિ૭૫ તંત્ર", સૂ. વીરપાલે “પ્રાસાદતિલક” રચ્યાં.
આમ પશ્ચિમ ઉત્તર ભારતના વિદ્વાનોના ગ્રંથે વર્તમાનમાં પ્રાપ્ત થાય છે. પૂર્વ ભારતમાં એરિસ્સામાં શિલ્પના ગ્રંથ છે તેમાં શિલ્પ સાહિત્ય મળે છે. તે સંસ્કૃત, પ્રાકૃત, લેક ભાષા મીઢમાં ગ્રંથ છે.
દ્રવિડ ગ્રંથમાં ભયમતમ, માનસાર, કાશ્યશિલ્પ આદિ ગ્રંથે છે. સોળમી સદીમાં શ્રીકુમારે શિલ્પરત્ન ગ્રંથની રચના કરી. મહાયાલય ચંદ્રિકા, વિશ્વકર્મા વગેરે પ્રાપ્ત થાય છે.
પુરાતત્વવિદો ની ભાષા પરથી આ થે બારમી સદી પછીના કાળના રચાયેલા કપે છે તે વિવાદાસ્પદ છે. બૃહદસંહિતા બીજી કે છઠ્ઠી સદીની કહેવાય છે. શુકનીતિ તેની પછીના કાળની છે. લક્ષાત્સમુચ્ચય દશમી સદીને રચના કાળ જણાય છે. પ્રાચીન રૂઢીના શિપને ઘાટોના વિકાસને અંતે આ ગ્રંથે લખાયા હોય. ગ્રંથમાં દર્શાવેલા ચાર વિભાગના ઘાટથી ગુપ્તકાળના અને તે પહેલાં અને પછીના કાળના સ્થાપત્યના ઘાટમાં ભિન્નતા છે તેથી આપણે અનુમાન કરી શકીએ છીએ કે કાળના ગ્રંથને કાં તે નાશ થયે અને દશમીથી બારમી સદી પછી સ્થાપત્યના નિયમ રૂઢ થયા પછી આ ગ્રંથની રચના થઈ હોય.
વાસ્તુશાસ્ત્ર અને શિલ્પ સ્થાપત્યની વ્યાખ્યાની સ્પષ્ટતાના અભાવે તે ત્રણેનું યથાર્થ સ્વરૂપ સમજનો ભાષા પ્રગ કરવામાં લોકે મીશ્ર અર્થ કરે છે. વાસ્તુશાસ્ત્ર એ સર્વના બહોળા અર્થમાં છે. તેમાં અંતર્ગત સ્થાપત્ય અને સ્થાપત્યનું અંતર્ગત શિલ્પ છે.