________________
અધ્યાય ૧ લો.
એ પ્રમાણે ગજના મૂળ અથવા ગજના આઘના છેડાથી માં છેલ્લા ભાગસુધી નવ દેવતાઓનું સ્થાપન કરવું. ગજના મધ્ય ભાગથી બાકી રહેલા ઉત્તર ભાગના પાંચમા તસુના બે ભાગ કરવા તથા આડમાં તસુના ત્રણ ભાગે કેરવા, અને છેવટના બારમા તસુના ચાર ભાગે કરવા. ૩૫
રાહૂવિડિત. ईशोमारुतविश्ववलिविधयःसूर्यश्वरुदोयमः वैरूपोवसवोष्टदंतिवरुणौषड्डइच्छाक्रिया। ज्ञानवित्तपतिर्निशापतिजयोश्रीवासुदेवोहली कामोविष्णुरितिक्रमेणमरुतोहस्तेत्रयोविंशतिः॥ ३६ ॥
અચ–એક ગજના વીસ તસુની ગ્રેવીસ રેખાએ (અંકા) થાય છે તે દરેક રેખા અથવા આંકા ઉપર એક એક દેવતા ગણતાં ત્રેવી દેવતાઓ થાય છે, માટે એ વીશ રેખાઓ ઉપર વીશ દેવેનું સ્થાપન કરવું તે એવી રીતે કે,–
અર્થ–પ્રથમ રેખા ઉપર મહાદેવનું સ્થાપન કરવું. બીજી ઉપર વાયુનું, ત્રીજી ઉપર વિશ્વદેવનું, ચેથી ઉપર અગ્નિનું, પાંચમી ઉપર બ્રહ્માનું, છઠ્ઠી ઉપર સૂર્યનું, સાતમી ઉપર રૂદ્રનું, આઠમી ઉપર યમનું, નવમી ઉપર વિશ્વકર્મનું, દશમી ઉપર આઠે વસુઓનું, અગિઆરમી ઉપર ગણપતિનું, બારમી ઉ. પર વરૂણનું, તેરમી ઉપર કાર્તિકસ્વામીનું, ચદમી ઉપર ઈછા દેવીનું, પંદરમી ઉપર કિયા દેવીનું, સોળમી ઉપર જ્ઞાનનું, સત્તરમી ઉપર કુબેરનું, અઢારમી ઉપર ચંદ્રમાનું, ઓગણીસમી ઉપર જયનું, વીસમી ઉપર વાસુદેવનું, એકવીસમી ઉપર બળભદ્રનું, બાવીસમી ઉપર કામદેવનું, અને ત્રેવીસમી રેખા ઉપર વિષ્ણુનું સ્થાપન કરી, એ સર્વનું પૂજન કરવું. ૩૬
इंद्रवज्रा. उच्चाटनंरोगभयंचदुःखंवढेभयंपीडनकंमजायाः। मृत्युर्विनाशोपिधनक्षयःस्यान्मोहःक्रमादैवतपीड़नेन ॥३॥
અર્થ –ગજના મૂળને દેવતા શિસ્પિના હાથમાં દબાય તે ઉચ્ચાટન - ૧ કામ આરંભ કરતાં પહેલાં ગજનું પૂજન થઈ રહ્યા પછી કામ ઉપર જતાં જ ઉપાડ; તે વખત ગજના આઘને છે ( ખુણે ) હાથમાં ઝાલો નહિ. કદાચ કાલે તે તેથી હિચાટ પેદા થાય.