________________
અધ્યાય ૧ લે.
शार्दूलविक्रीडित. प्रावेशःप्रतिकायकोवरुणदिग्वक्त्रोभवेत्सृष्टितौ वामावर्तउदाहृतोयममुखसौहीनबाहुर्बुधैः ॥ उत्संगोनरवाहनाभिवदनःसृष्टयायथानिर्मितः प्राग्वक्त्रोपिचपूर्णवाहुरूदितोगेहेचतुर्दापुरे ॥ ३२ ॥
અર્થ:–જે ઘરનું મુખ પશ્ચિમ દિશા સામે હોય તેમાં પૂર્વ સામે પ્રવેશ કર્યા પછી સુષ્ટિમાર્ગે પાછું પશ્ચિમમાં વાસ્તુઘરમાં પ્રવેશ કરાય તેનું નામ પ્રતિકાય” પ્રવેશ ક છે, જે ઘરનું મુખ દક્ષિણ સામે હેય તેમાં પ્રવેશ કરી ડાબી તરફ નમી વાતુઘરમાં પ્રવેશ કરવામાં આવે તો તે પ્રવેશનું નામ “હીનબાહુ” કહેવાય, એમાં પંડિતોએ મતાંતરે કહ્યું છે, જે ઘરનું મુખ ઉત્તરમાં હોય તે ઘરમાં સુષ્ટિમાર્ગે થઈ વાસ્તુઘરમાં પ્રવેશ કરવામાં આવે તે તેનું નામ “ઉત્સગ” પ્રવેશ કહેવાય અને જે ઘરનું સુખ પર્વમાં હેય તેમાં પ્રવેશ કરી વાસ્તુઘરમાં પણ સન્મુખે પ્રવેશ કરવામાં આવે છે તેનું “પૂબાહુ” નામ છે. એ રીતે ચાર પ્રકારના ઘરના પ્રવેશ કહ્યા છે તે જ પ્રમાણે નગરના પણ ચાર પ્રકારના પ્રવેશ સમજવા. ૩૨
स्रग्धरा. हस्तःपष्टियुक्तोमुनिवररचितःपर्वचैकंत्रिमात्रं मात्राषण्णांयवानामुदरविमलनान्निस्त्वचामुत्तनाम् ॥ पुष्पैश्चत्वारिपूर्वतदनुचविभजेदंगुलैःपर्वपुष्पै निग्रंथीरक्तकाष्टोमधुमयउदितःखादिरोवंशधात्वोः ॥ ३३ ॥
અર્થ–શ્રેષ્ઠ મુનિઓએ આઠ પર્વને એક હાથ અથવા ગજ રચ્યું છે. એમાં એક પર્વ ત્રણ માત્રાનું થાય છે. એ માત્રા ખાંડેલા જેના ઉપર છાલ અને થવા તિરાં ન રહે એવા ઉત્તમ પ્રકારના છ (૬) આડા જવની એક માત્રા થાય. એવી ત્રણ ત્રણ માત્રાને છેટે ગજના આઘના છેડાથી ચાર પર્વ અથવા
૧ સૃષ્ટિમાર્ગ એટલે પૂર્વ દિશાથી દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર અને પાછા પૂર્વમાં અવાય છે, અને પૂર્વમાંથી પ્રથમ ઉત્તર, પશ્ચિમ, અને પાછા પૂર્વમાં અવાય તેનું નામ “ સંહાર ” માર્ગ છે, એ રીતે હરકઈ દિશાથી જમણા હાથ તરફ નમી પ્રવેશ થાય તે અષ્ટિમાર્ગ અને હરકોઈ દિશાથી ડાબા હાથ તરફ નમી પ્રવેશ થાય તે સંહારમાર્ગ છે.