________________
અધ્યાય ૧૦ મે.
( ૧૦ ) એટલે કિલ્લાના અંદરના ભાગમાં લખવું અને એ બે નક્ષત્ર પછીનું જે નક્ષત્ર હોય તે પૂર્વ દિશામાં કિલ્લાના અંદરના ભાગમાં લખી તે પછીનું નક્ષત્ર કિલ્લાના મથાળે અને તે પછીનું નક્ષત્ર કિલ્લાને બહારના ભાગે લખવું તે પછીનાં બે નક્ષત્ર અનુક્રમે આવે તે અપ્રિકોણે કિલ્લાના બહારના ભાગે લખી તે બે પછીનું એક નક્ષત્ર કિલ્લાના મથાળે અને તે પછીનું અનુક્રમે આવેલું નક્ષત્ર કિલ્લાના માંહેના ભાગે (એક) લખવું તે પછીનું નક્ષત્ર આવે તે દક્ષિણ કિલ્લાના માંહીના ભાગે લખી તે પછીનું નક્ષત્ર કિલ્લાના મથાળે લખીને તે પછી આવેલું નક્ષત્ર કિલ્લાના બહારના ભાગે લખવું. તે પછીનું નક્ષત્ર હોય તે (એનક્ષેત્રે અનુક્રમે ) નૈવતકણે કિલ્લાની બહાર લખવાં ને એ બે પછીનું એક નક્ષત્ર કિલ્લાના મથાળે લખી વળી એક નક્ષત્ર કિલ્લાના માંહી લખવું તથા તે પછી અનુક્રમે આવેલું એક નક્ષત્ર પશ્ચિમે કિલ્લાના માંહી લખી તે પછીનું કિલ્લાના મથાળે અને તે પછીનું નક્ષત્ર કિલ્લાના બહારના ભાગે લખવું; તે પછીના નક્ષત્ર અનુક્રમે આવે તે બે નક્ષત્ર વાયવ્યકોણના કિલ્લાના બહારના ભાગેલખી તે પછીનું એક નક્ષત્ર કિલ્લાના મથાળે લખીને એક નક્ષત્ર કિલ્લા માંહી લખવું તે પછી અનુક્રમે આવેલું નક્ષત્ર ઉત્તર દિશાના કિલ્લા માંહી લખી તે પછીના ન ક્ષેત્રને કિલ્લાના મથાળે લખ્યા પછી એક નક્ષત્ર કિલ્લાના બહારના ભાગે લખવું અને ત્યારપછી અનુક્રમે આવેલાં છેવટનાં બે નક્ષ ઇશાન કોણને કિલ્લાના બહારના ભાગે લખી પૂરાં કરવાં, કેણને રસ્તે પ્રવેશ અને દિશા સામે નિકળતા જવું.
એ રીતે ઉપર બતાવ્યા પ્રમાણે પ્રાકારચકમાં નક્ષત્રો ભરવાં કહ્યાં છે, તે બાબતની વિશેષ સમજુત એવી છે કે નગર અથવા શહેરની શશિનું જે નક્ષત્ર હોય તે ઈશાન ભાગના કિલ્લાના મથાળે લખી અનુક્રમે બીજું નક્ષત્ર કિલ્લા માંહી લખવું તે નક્ષત્ર અનુક્રમે આવતાં જાય તે લેતા જવું અને દરેક કણના કિલ્લાના ભાગમાં ચાર નક્ષેત્રે આવે અને પૂર્વાદિ દિશાઓના કિલ્લાના ભાગમાં દરેક ઠેકાણે ત્રણ નક્ષત્ર આવે. ૨૦