________________
અધ્યાય ૭ મે,
( ૧૭ )
અર્થ –જે વિશાળ ઘરના મુખ આગળ ત્રણ અલિદે હય, જમણું અને ડાબી એ બન્ને તરફ એક એક અલિંદ હોય ને તે ઘરનું મુખ ઉત્તર સામે હોય તે તે વરદ ઘર કહેવાય, તેજ વરદ ઘરનું મુખ પૂર્વસામે હોય તે તે સરદાર ઘર કહેવાય, તેજ વરદ ઘરનું મુખ દક્ષિણે હોય તે તે દંડક કહેવાય અને તેજ વદનું મુખ પશ્ચિમે હોય તે તે કાકપક્ષ નામાં ઘર કહેવાય.
ઉપર કહેલા પ્રથમ વરદ ઘરના મુખ આગળ એક મંડપ વધારીએ અને તે ઘરનું મુખ ઉત્તર સામે હોય તો તે હયનાદ ઘર કહેવાય, તેજ હયનાદનું મુખ પૂર્વમાં હોય તે તે ઘરનું નામ ગજનાદ કહેવાય; તેજ હયનાદનું મુખ દક્ષિણે હોય તે તે બાહુલ ઘર કહેવાય અને તેજ હયનાદનું મુખ પશ્ચિમે હોય તો તે કીતિજ નામનું ઘર કહેવાય. ૧૬.
वसन्ततिलका. सृष्टयाब्धिरूपमुखमंडपमेवसिंहं । ज्ञेयंगृहेवृषगजेअपिकोशसंज्ञं ॥ वामेधिकंचलघुनाकथितंसुभद्रं ।
स्यान्माणिभद्रमपिरत्नजकांचनाख्ये ॥ १७ ॥ અર્થ–જે વિશાળ ઘરના મુખ આગળ સુષ્ટિમાર્ગ ચાર અલિંદે હેય, તે અલિંદે આગળ એક મંડપ હોય પણ તે ઘરનું મુખ ઉત્તર સામે હોય તે તે સિંહ ઘર કહેવાય; તેજ સિંહ ઘરનું મુખ પૂર્વમાં હોય તો તેવૃષઘર કહેવાય; તેજ સિંહ ઘરનું મુખ દક્ષિણે હોય તે તે ગજ ઘર કહેવાય અને તેજ સિંહ ઘરનું મુખ પશ્ચિમે હોય તે તે કેશ નામનું ઘર કહેવાય.
ઉપર કહેલા પ્રથમના સિંહ ઘરની ડાબી તરફ એક અલિંદ હોય ને તે ઘરનું મુખ ઉત્તરમાં હોય તે તે સુભદ્રનામાં ઘર કહેવાય; તેવાજ ઘરનું મુખ પૂર્વમાં હોય તે તે માણિભદ્ર નામા ઘર કહેવાય; તેજ ઘરનું મુખ દક્ષિણ દિશા સામે હોય તે તે નજ ઘર કહેવાય; અને તેવાજ ઘરનું મુખ પશ્ચિમ દિશા સામે હોય તે તે “કાંચન નામનું ઘર કહેવાય. ૧૭
__ मालिनी. युगमुखमपरैकोभैरवंदक्षिणेच भरतनरजमेतत्स्याचतुर्थंकुबेरं ॥ पुनरपिलघुवामेहस्तियानवियानं हयजकृपजगेहंतच्चतुर्थक्रमेण ॥ १८ ॥