________________
तृतीयोऽध्यायः
शार्दूलविक्रीरितम् "क्षिप्वा चन्द्रकलाङ्गुलीरविभुवो द्वाभ्यामथापि त्रिभिः अष्टाब्धी(ब्धि)युगराम-अडगुलमितौ रामाब्धिहस्तान्तकम् । तस्योर्ध्व च शताके च मुनिभिर्वृद्धयाङगुलीः षोडश
पादं मानमिदं ब्रुवन्ति मुनयः शून्यं द्वयं चाष्टमिः ॥ १ ॥ પાયાની ઊંડાઈનું પ્રમાણ –એક હાથના પ્રાસાદને સોળ આગળ ઊભી જમીન ખોદી પાસે નાખો. બે ગજે બત્રીશ આંગુલ, ત્રણ ગજે ૪૮ આંગુલ અર્થાત બે ગજ ઉડા, ચાર હાથને ૬૪ આંગુલ, ચાર હાથથી પચાસ હાથ સુધીના પ્રત્યેક હાથે સોળ સેળ આંગુલની વૃદ્ધિ કરવાથી -૦૦ આંગુલ અર્થાત ૩૩ હાથ––આઠ આંગળ ઊંડે પાયે દવા મુનિજનેએ કહેલું છે.
शार्दूलविक्रीडितम् यद्येवं शिथिला मही च तदधः पूर्तिस्ततःस्था शिला दीर्घपाणिवसुप्रयुक्तमपि तच्छुद्धार्य्यसंयुक्तकम् । शूद्रायामत एव शिल्परचने कार्या तथा पुष्पिका
प्रायः शर्करिकाख्य आलयविधौ व्याचष्ट विद्यानिधिः ॥ २ ॥ . . જે ભૂમિ શિથિલ = નરમ હોય અને શુદ્ધ વર્ણની હેય તે ૮૨ ગાશી આંગુલની ઊંડાઈ સુધી પાયે ખોદો. નીચે શર્કરા અથત પત્થરની કાંકરીને ઘરે નાખીને પાયે ભરો. તે ઉપર ખરશિલા મુકવી. એ રીતે શિલ્પરચનાના વિષયમાં ભવનનિર્માણને પ્રારંભ કરે તેવું વિદ્યાનિધિએ કહેલું છે.
' ૧૯ પાયાની ઊંડાઈ કેટલી લેવી તેનું પ્રમાણ કેઈ ગ્રંથમાં હજુ સુધી જોવામાં આવેલ નથી તે અહીં સૂ. વીરપાલ કહે છે. તેણે એવું પ્રમાણ કયા પ્રદેશમાં કયા પ્રકારનું ભૂમિતળ નિશ્ચિત કરીને આપેલ હશે તે આપણે જાણતા નથી. ભૂમિ કઠણ કે નરમ, શિથિલ કે પહાડી હોય તે સ્થાનિક, પ્રાદેશિક શિલ્પિવર્ગ નિર્ણય કરી શકે. એથી સૂત્રધાર રાજસિહે વાસ્તુસારમાં અને અપરાજિતમાં કહેલું છે કે: .
पाषाणान्तं जलान्तं वा वालुकान्तं खनेद् भूमिं ॥ પાષાણવાળી ભૂમિમાં છેડી ઊંડાઈએ પાયે દ. શર્કરાકાકરાવાળી ભૂમિ આવે ત્યાં સુધી ઊંડાઈ રાખવી. ગુજરાત જેવા રેતાળ પ્રદેશમાં વાલુ =રેતી આવે છે. ત્યાં સખત બાઝેલી રેતી આવે ત્યાં સુધી પંદરવીસ ફૂટ ઊંડે પાયે બેદ. અગર તે પાણી આવે ત્યાં સુધી પાયે ખોદો. પરંતુ જળ આવવું જ જોઈએ, તેવો આગ્રહ ન રાખ. ભૂમિ નીચે ડો પાયો લેવાના બે ઉદેશે છે? એક તે પાયાનું કામ ઉપરનું વજન ખમી શકે તેટલું થાય અને બીજો ઉદ્દેશ શલ્યરોધન પણ થઈ જાય, ભૂમિશુદ્ધિ શલ્યધનથી થાય.