________________
शिलामानप्रमाण
११प्रासादहस्ते युगागुलं सा युग्मे तथा ः खलु रामनागैः । सूर्याङ्गला हस्तचतुष्टये च स्थूलं च दीर्घ तृतीयांशपिण्डम् ॥ २० ॥ "वृद्धकहस्ते चतुरागुलीका गजेस्तु हस्तयुगयुग्मसङ्ख्यया । तदूर्ध्वमानं न शतार्धहस्तं वृद्धयङ्गुलैका ऋतुराजपिण्डम् ॥२१॥ "दीर्घ पृथुत्वे च पादोनु पिण्डं मानशिलायां मुनिभिः प्रदिष्टम् ।
प्रासाद एवामरभूपयोश्च हाणि लोके मुनिनोदितानि ॥ २२ ॥ એકથી ચાર હાથ સુધીના પ્રાસાદનું પ્રમાણ કહે છે. એક હાથના પ્રાસાદને ચાર આંગુલનું શિલામાન જાણવું, બે હાથને છ આંગુલ, ત્રણ હાથને નવ ગુલ, ચાર હાથને બાર આંગુલનું શિલાપ્રમાણ જાણવું. આવેલ માનના ત્રીજા ભાગે શિલાની જાડાઈનું પ્રમાણ રાખવું. (અહીં શિલામાન દીપાર્ણવ પ્રમાણથી અપૂર્ણ છે). (૨૦)
બીજુ માન કહે છે. એક હાથના પ્રાસાદને ચાર આંગુલનું શિલામાન,બે થી આઠ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે બબ્બે આંગુલની વૃદ્ધિ કરવી. નવથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે અકેક આંગુલની વૃદ્ધિ કરતા જવું પચાસ હાથના પ્રાસાદને શિલાની જાડાઈનું પ્રમાણુ બાર આંગુલ રાખવું. (૨૧)
શિલાની જાડાઈનું એક બીજું પ્રમાણ કહે છે. મધ્યની શિલાની લંબાઈ-પહોળાઈ સમચોરસ સમજવી. તેની લંબાઈના માપથી ચોથા ભાગની જાડાઈનું પ્રમાણ એ માન શિલ્પ વિધાન મુનિઓએ કહેલું છે. આ પ્રમાણુ દેવમંદિર-રાજપ્રાસાદ અને શ્રીમતિના ભવનને સારુ શિલ્પજ્ઞ મુનિઓએ આપેલ છે. (૨૨)
૧૩ અહીં આપેલું શિલાનું પ્રમાણુ સંપૂર્ણ છે. દીપાર્ણવ ગ્રંથમાં એક હાથને ચાર આંગુલ, ચાર ગજને બાર આંગુલ, પાંચથી બાર હાથને પ્રતિહસ્તે પિણે પણે આંગુલ, બારથી વીસ સુધીને પ્રતિહસ્તે અરધા અરધા આંગુલ, પચીસથી છત્રીશ હાથ સુધીના પ્રાસાદને પા પા ગુલ. સાડત્રીસથી પચાસ હાથ સુધીને પ્રતિહસ્તે 3 આંગુલ. એક દેરાની વૃદ્ધિ કરવી એ રીતે પચાસ હાથને રતા આંગુલ શિલામા આવે છે.
૧૪ બ્લેક ૨૧માં આપેલ પ્રમાણુ ઉપરથી પણ વધુ વિસ્તૃત થાય છે. પચાસ હાથને ૬૦ આંગુલનું શિલામાન આવે છે. દીપાવને મત વ્યવહારુ છે. તેમાં ૨૮મા આંગુલ માન આવે છે.
૧૫ અહીં મધ્યની રિલામાને કહ્યું છે. અષ્ટ શિલાઓની સ્પષ્ટતા કરી નથી. મધ્યના ધરણશિલા સમરસ કરવી અને તેની જાડાઈ વિસ્તારથી તૃતીયાંશ કરવી તે ઠીક છે. અહીં શ્લેક ૨૧માં ધરણીશિલાની જાડાઈ ચતુર્થાશ કહી છે, કારણ કે પચાસ હાથની શિલા જે ૧૦ આંગુલ આવે તો તે ૧૫ ગુલા જાડી થાય પણ અહીં આપેલ શિલાનું પ્રમાણ ઘણું મટે છે. ત્યાં શ્લોક ૨માં બાર આગલ કહ્યું છે. મધ્યની શિલામાન આપેલ છે, પરંતુ અષ્ટશિલાનું માન અસ્પષ્ટ છે. પૂજ્ય વૃધ્ધોની પરંપરાનુસાર મધ્યની ધરણીશિલામાન જેટલી અષ્ટશિલા લાંબી રાખવી હોય તેથી અર્ધ પહેલી રાખવી. ધરણીશિલા જેટલી જાડી રાખવી. અષ્ટશિલા વિષયમાં તેનાં માનમાપની સ્પષ્ટતા કેઇ મંથમાં મળતી નથી.