________________
૨૭
મહિના
उदयमपि च चिहं चास्तयाम तथैव
सकलपरिघिरेषा शकुरने स एवम् । तदुपरि खलु सूत्रं मध्यगं विश्वकर्मा
रचयति यदि शकुः सोमसूत्रं प्रशस्तम् ॥१८॥ ૧૧પૂર્વમાં ઊગતા સૂર્યે શંકુની છાયાના અગ્રભાગનું ચિહ કરવું. તે રીતે આથમતા સૂર્યે પણ તેમ ચિહ કરવું. એ ઉપર પૂર્ણ મંડળ રચવું. શ્રી વિશ્વકર્માએ કહેલા ચિહના ઉપર પરિધિના મધ્યમાં સૂત્ર દેરવું. તે રીતે શંકુથી પૂર્વ-પશ્ચિમ દિશાની સાધના કરવી. શંકુ પ્રશસ્ત સેમસૂત્રની રચના કાટખૂણે કરવી.
૧૨કને વધુ સ્પષ્ટાર્થ–મધ્યમાં બાર અંગુલના શકુની સ્થાપના કરી ૨૪–૧૮”—૧૨” આંગુલ પ્રમાણ ત્રણ મંડપમાં શકુની છાયાને તે મંડળ પરિધિના સ્થાન પર ચિત કરવું. એ રીતે ત્રણે પરિઘમાં જેમ જેમ છાયા આવે તેમ તેમ ચિહ્નો કરતા જવું. એ ચિહ્ન શકુના અગ્રભાગ અને પૃષ્ઠભાગ એમ બેઉ તરફ કરવા. આ ચિહ્નો પરથી પૂર્વ પશ્ચિમ દિશાનું સૂત્ર દેરી સાધન થાય. (૧૮)
(નોટ–ઉત્તરાયણ-દક્ષિણાયન સૂર્યગતિના કારણે ગમે તે દિવસે શુદ્ધ દિશા સાધન થતું નથી. પરંતુ તા. ૨૧મી માર્ચ અને તા. ર૩મી સપ્ટે.ના દિવસે એમ વર્ષના ફક્ત બે દિવસમાં જ શુદ્ધ પૂર્વમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે તે જ શુદ્ધ પૂર્વ જાણવું.)
प्रायोऽनुष्टुप्'शिलानामाभिधान
नन्दा भद्रा जया पूर्णाऽपराजिता विजया मङ्गला च ।
शिलाभिधानान्यजिता तथा सा धरणीयं नवमी शिला च ॥१९॥ નંદા, ભદ્રા, જ્યા, પૂર્ણ, અપરાજિતા, વિજય, મંગલા અને અજિતા–એ આઠ શિલાઓનાં નામ જાણવા અને દિશા-વિદિશાઓની શિલાઓનાં નામ જાણવાં મધ્યની ધરણી શિલા જાણવી. (૧૯)
૧૧ આ બ્લેક કેવળ શબ્દાર્થ કરવાથી ગ્રંથકારનું તાત્પર્ય સ્પષ્ટ નથી થતું. અતઃ ગ્રંથકારનું એ તાત્પર્ય સમજવું જોઈએ. આ લેકમાં પૂર્વાધ કાલને બાધક છે અને અસ્તતામ (અસ્તરામ) શબ્દ અપરાત્યક એ રીતે તેને અનુવાદ ઉપરોક્ત કરેલ છે. સોમસૂત્રમ શબ્દ ઉત્તર દક્ષિણ સૂત્રમ્ |
૧૨ દિવસના ભાગમાં દિશાસાધન તે જે નક્ષત્રમાં સૂર્ય શુદ્ધ પૂર્વ-પશ્ચિમમાં ઊગી આથમતિ હોય ત્યારે જ દિવસનું દિશસાધન સારું થાય. ઉત્તરાયણ દક્ષિણાયનની સૂર્યની ગતિને કારણે તેમાં શુદ્ધ દિશાસાધન થાય નહિ, પરંતુ તા. ર1મી માર્ચ અને ૨૩મી સપ્ટેમ્બરે સૂર્યોદય શુદ્ધ પૂર્વમાં થાય છે ત્યારે દિશાસાધન કરવું જોઈએ.