________________
૧૪
જૂની પ્રતિમાં એડાયા' શબ્દ આગમ લખેલ છે. ખેડાવા પ્રાસાતિલક ખેડાયા શબ્દો અથ જહાજ = નાવ થાય છે.
આ ગ્રન્થનું સશોધન કરવાની મારી ઈચ્છા ઘણાં વર્ષથી હતી, મને યાદ છે કે મારા કૌમાય વયમાં મારા પૂજ્ય પિતાશ્રીના કાકાજી શ્રી પ્રાણજીવનદાદા કુશળ સ્થપતિ હતા. તે જ્યારે બહુ આનંદમાં આવી જતા ત્યારે કઈ વાર પ્રાસાદતિલકના શ્લોક રાગરાગિણીથી લલકારતા એ સમયથી ગ્રન્થ પ્રત્યે મારી ભાવના હતી.
ગ્રન્થવિવરણ—પહેલા અધ્યાયમાં નવ લોકમાં ગ્રન્થના વિષયની અનુક્રમણિકા કહી બીજા અધ્યાય-યાતિ વિષય સાથે કૂરિાલાના નવ ખંડનાં ચિહ્ન બતાવેલ છે.
ત્રીજા અધ્યાયમાં પાયાની લૈંડાઈ, તેનું પ્રમાણુ આપેલ છે. આવુ' પ્રમાણુ કોઈ ગ્રન્થમાં જોવામાં નથી આવતું. તેણે “ વિદ્યાનિધિ ”ના મતનું સમર્થાંન કરેલ છે.
*
ખરશીલાભી.-પીડમાન–પીડમાનના નવભેદ કરેલ છે તે અન્યથી નવીન છે. દ્વારવિસ્તાર માનપ્રમાણુ ( નવીન છે ).
ચોથા અધ્યાયમાં દેવના પદ-સ્થાપનના બે મતપ્રમાણ આપેલાં છે તે અપૂર્ણ છે. દેવતા દગ્ગુખ લિંગપ‘ચસૂત્ર લિંગપ્રવેશ વિધિ આપીને અધ્યાય પૂર્ણ કરેલ છે. અહીં સુધી અપૂર્ણ ગ્રન્થ-પ્રતિ પ્રાપ્ત થયેલ છે.
ગ્રંથ પૂતિ
પહેલા અઘ્યાયમાં આપેલ વિષયાનુક્રમથી અપૂર્ણ વિષયા પૂર્ણ કરવાના પ્રયાસ અન્ય પ્રાચીન પ્રથાના આધાર લઈ કરેલ છે. ૧. જગતી, ૨. દેવતા-દષ્ટિપદ, ૩. શિખર, ૪. મડપાધિકાર, પ. વૈધદેષાદિ, ૬. પ્રતિષ્ઠાદિ વિષયા આપીને ગ્રંથની પૂર્તિ સ’પૂર્ણ કરેલ છે.
નિરધાર પ્રાસાદ્ય પરપરાની રૂઢિથી શિલ્પીએ નિર્માણુ કરે છે, પરંતુ ભ્રમયુક્ત સાંધાર મહાપ્રાસાદનું જ્ઞાન અતિ દુર્લભ છે. ૬૦૦-૭૦૦ વર્ષાના વિધર્મી શાસકોના ભયે સાંધારપ્રસાદનાં નિર્માણુ થતાં બંધ થયાં. વર્તમાનમાં સદ્ભાગ્યે સામનાથજીના પુનરાહારમાં સમ મહાપ્રસાદ સ્વસ્થ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે મારા નેતૃત્વ હેઠળ નિર્માણ કરાવેલ, સદ્ભાગ્યે વિસ્તૃત જ્ઞાન અમારા ભારદ્વાજ ગાત્રની કુળપર પરામાં રક્ષિત રહેલું એથી એવુ કર્યાન કાર્ય ઈશ્વરકૃપાથી પૂર્ણ થયું. મુંબઈ પાસે કલ્યાણમાં સેન્ચુરી રૅચેન ફેક્ટરી પાસે નાની પહાડી પર ત્રણેક વર્ષ પર મારી મારફતે એક ભવ્ય પ્રસાદ, શ્રી બીરલા પરિવાર તરફથી શ્રીમાન ગોપાલ નેવટિયાએ નિર્માણુ કરાવેલ. શ્રીમાન્ શ્રી ગેપાલજી રોડ શિલ્પસ્થાપત્ય અને કળામાં ઘણા રસ લે છે. તેઓ મારી પ્રત્યે હંમેશાં પ્રેમ-આદર અને સદ્ભાવના રાખે છે. તે મહાશયને હું ઋણી છું.
આ ગ્રન્થના મુદ્રણ માટે વડોદરા પ્રાચ્યવિદ્યા મન્દિરના નિયામક શ્રી ભોગીલાલ સાંડેસરા સાહેબ અને શ્રી ઉમાકાન્તભાઈ શાહે મને જે સગવડતા કરી આપી છે તે માટે હું તેને આભાર છું. હવે પછીના પ્રાચીન શિલ્પ ગ્રંથાના પ્રકાશનના મારા પરના બોજો હળવા કરતા તેઓશ્રી અનુગ્રહ કરે તે માટે હું તેમના અત્યંત ઋણી છું.