________________
ગ્રંથના ભાષાનુવાદની સાથે પ્રત્યેક અંગની ટીકા અને અન્ય ગ્રંથના તુલનાત્મક મતમતાન્તર આપેલ છે. ક્રિયાત્મક જ્ઞાનને મર્મ દેવાથી ગ્રંથ સુંદર બને છે, વિજ્યના અભ્યાસીને સુગમતા મળે છે. આ વિષયનાં અનેક આલેખને, નકશાઓ, ચિત્રો અને કેષ્ટિકથી વિષય સ્પષ્ટ કરવાને મેં પ્રયાસ કર્યો છે. ગ્રંથ અધિક સમૃદ્ધ બનાવવાના યથામતિ પ્રયાસની વિદ્વાન પુરુષો કદર કરશે એવી હું આશા રાખું છું.
પ્રાસાદને જાતિવિષ્યમાં પુરાતત્ત્વજ્ઞ મધુસૂદન ઢાંકીને મારે ભૂલવા ન જોઈએ. તેઓએ મને કેટલીક માહિતી પૂરી પાડેલ છે તે માટે તેમનો આભાર માનવાની તક લઉં છું.
सर्वेऽत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिदुःखमाप्नुयात् ॥
इति शुभं भवतु।