________________
૨. મહાપાત્ર-મહારાણુ -
તેઓ પૂર્વ ભારતમાં–ઓરિસ્સા કલિંગમાં વસેલા છે. તેઓ શિલ્પગ્રંથ-સંગ્રહ ધરાવે છે. તેઓ મંદિરનિર્માણ કરી શકે છે. જો કે વર્તમાનમાં તેઓ મૂર્તિકળામાં વધુ પ્રવીણ હેઈ, તે વ્યવસાય કરે છે. જગન્નાથપુરી, ભુવનેશ્વર, કોનાના જગવિખ્યાન પ્રાસાદે તે વર્ગને પૂર્વજોએ નિર્માણ કરેલા છે. મહાપાત્રની ગણના બ્રાહ્મણ શિલ્પીમાં ન હૈઈ તેઓ ક્ષત્રિય કુળના શિલ્પીઓ હોવાનું અનુમાન છે. તેઓ યજ્ઞોપવીત ધારણ કરે છે. ૩, પંચાનન જાતિના શિલ્પીઓ:
તેઓ કર્ણાટક, આંધ્ર અને મહારાષ્ટ્રના પ્રદેશમાં વસે છે. પાંચાનન જાતિના શિલ્પીઓ પિતાને બ્રાહ્મણ માને છે. તેઓના પાંચ વર્ગ તેમના કર્મ પ્રમાણે છે: ૧. શિલ્પી, ૨. સુવર્ણકાર, ૩. કંશકાર (કંસારા), ૪. કાકાર (સુથાર , અને ૫. લેહકાર (લુહાર) એમ પાંચેયનાં કર્મ-વ્યવસાય પૃથફ છે, પરંતુ તેઓ પાચેની જ્ઞાતિ એક જ છે; તેઓ પરસ્પર વ્યવસાયી કર્મકાર સાથે લગ્નવ્યવહાર કરે છે. તેઓ પાંચેયનાં ગોત્ર પાંચે પૃથફ છે. તેથી તેઓ એક ગોત્રમાં લગ્ન કરતા નથી. હોઈશળ, રાજ્યકુળ રાજાઓએ વેસર જાતિના હલેબીડ, બેલુર અને સોમનાથપુરમના વિખ્યાત પ્રાસાદનાં નિર્માણ પંચાનન શિલ્પીઓ દ્વારા કરાવેલ. તે જ રીતે આ શિલ્પીઓએ ભૂમિજ પ્રાસાના નિર્માણ પણ મહારાષ્ટ્ર અને ઉત્તર કર્ણાટકમાં કરેલાં. તેઓ યજ્ઞોપવીત ધારણ કરે છે. તેઓ રેગુંટા સુધી દક્ષિણમાં વસેલા છે. તેઓ પાસે શિલ્પગ્રન્થને સંગ્રહ છે. હોય તેમ લાગે છે. ૪. તેલંગણ પંચાનન વિશ્વકર્મા શિલ્પવર્ગ:
આંધ્ર, તેલંગણમાં ઉપર્યુક્ત પંચાનનથી ભિન્ન જાતિના શિલ્પીઓ ઉપર જણાવેલ પંચ કર્મ કરે છે. તેઓ ત્રણ વર્ષથી મુસ્લિમ પ્રદેશોમાં વસતા હોવાથી માંસાહાર કરે છે, પરંતુ આ શિલ્પવર્ગ બ્રાહ્મણના હાથનું ભોજન પણ કરતા નથી. તેઓ પિતાને ઉચ્ચ માને છે. આ વર્ગ પાસે શિલ્પગ્રને સંગ્રહ થાડે છે. તેમાં મરણ બાદ ભૂમિદાહ કરે છે. તેઓ હૈદ્રાબાદ તરફ વિશેષ છે. ૫. વિરાટ વિશ્વબાહ્યણ આચાર્ય શિલ્પી–
દ્રાવિડ પ્રદેશમાં તામિલ અને મલયાલમ ભાષી પ્રદેશમાં એ દ્રાવિડ શિલ્પ વિશ્વકર્માના વંશના બ્રાહ્મણ કુળના હોવાને દાવો કરે છે. તેઓ ફક્ત પાષાણું શિલ્પ કર્મમાં ઘણું મુશળ છે. તેઓનાં ત્રણ નેત્ર છે. ૧. અગત્ય, ૨. રાજ્યગુરુ, ૩. સમુખ સરસ્વતી. આ શિલ્પીઓમાંનાં કેટલાંક કુટુમ્બા સિલેનમાં પણ વસેલાં છે. દ્રાવિડનાં ભવ્ય મંદિરોમાંના મદુરા, રામેશ્વર,ત્રિવેન્દ્રમ, કુંભકર્ણય આદિ અનેક ઉન્નત મન્દિર જે મનાઈટ પથ્થરના બનાવેલ છે તેનું નિર્માણ આ વર્ગ કરેલું છે. ઉત્તર ભારતની અપેક્ષાએ દ્રવિડના પ્રાસાદે ઉન્નત અને ભવ્ય હવાનાં કારણે એ છે કે, મોટા રાજ્ય પાંડ -ચોલ.જેવાઓએ રાજ્યની મહેસૂલી આવક બધી દેવદ્રવ્યની માની વાપરતા. આથી આવાં મંદિરોના નિર્માણ રાજ્યની પરસ્પર સ્પર્ધાથી થયેલાં. આ શિલ્પી