________________
વર્ગમાં પ્રવિડ શિલ્પના ગ્રંને સંગ્રહ હોય છે. આ શિલ્પીઓ ઉપરાંત અન્ય જાતિના મુદલિયાર, પી લેવાલ, નાયકર વગેરે જાતિના કારીગરે કામ કરે છે. કુંભકોણમાં તેમાંના ધાતુકર્મમાં પ્રવીણ મૂર્તિકાર શિલ્પીઓ વસેલા છે. તેમનામાં મરણ બાદ ભૂમિદાહ આપે છે. ૬ થી ૧૦–વૈશ્ય, મેવાડા, ગુર્જર, પાલી, પંચાલ
આ પાંચ જાતિ વિશ્વકર્માના પુત્ર હોવાનો દાવો કરે છે. તેમાં વૈશ્યજાતિ પિતાને ઉચ્ચ માને છે. આ પાંચમાં પરસ્પર કેાઈને લગ્ન કે ભજનવ્યવહાર નથી કરતા. વૈશ્યો બ્રાહ્મણ સિવાય કોઈનું ભજન લેતા નથી. વિશ્વમાં કેટલાક લોકો કડિયાનું ચણતર પ્લાસ્ટરનું કામ કરે છે. મેવાડા, ગુર્જર અને પંચેલી કાપ્તકર્મમાં પ્રવીણ ગણાય છે. તેઓ કાર્ડનું કોતરકામ તેમ જ ચાંદી જડવાનું અને રથ આદિનું કામ તેઓ કરે છે. પંચાલ જાતિ એક છે. તેઓ વિશેષ કરી લેહકર્મમાં પ્રવીણ છે. વર્તમાનમાં તેઓ યંત્રકમમાં કુશળ છે. આ પાંચે અલગ અલગ જ્ઞાતિ છે. તે તેની જ્ઞાતિમાં લગ્ન કરે છે. પચાસેક વર્ષથી તેઓ યજ્ઞોપવિત ધારણ કરે છે. વૈશ્ય પાસે શિ૯૫ના ગ્રંથને સંગ્રહ હતો. હવે તેઓનું કર્મ ક્ષીણ થતાં સમપુરા શિલ્પીઓને ગ્રંથે આપે છે. આ પાંચ વર્ગના શિલ્પીઓ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વસેલા છે. ગામડાઓમાં ખેતી ઓજારોનું કામ કરે છે. તેઓ ઈલેરામાં વિશાળ મૂર્તિને વિશ્વકર્મારૂપ માની યાત્રાએ જાય છે. ૧૧. ગૌડ બ્રાહ્મણ શિલ્પી
આ શિલ્પીઓ રાજસ્થાનમાં ઉત્તરે જયપુર અને અલવર પ્રદેશમાં વસે છે. મંદિરનિર્માણ કરતાં તેઓ મૂર્તિકળામાં વધુ કુશળ છે. તેઓમાંના છેડા પાસે શિલ્પગ્રંથે છે. શુદ્ધ શાકાહારી અને બ્રાહ્મણ જેવો વ્યવહાર પાળી, વિધિથી યજ્ઞોપવિત ધારણ કરે છે. તેઓમાંના થોડા ધાતુમતિ અને ચિત્રકારીનું કામ કરે છે. ગામડાંમાં તેઓમાંનાં કૃષિકર્મ પણ કરે છે. ૧૨. જાગડ જાતિના શિલ્પી- આ શિલ્પી વર્ગ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં વિશેષ કરીને વસે છે. તેઓ આંગીસ ઋષિના વંશજ છે એવી માન્યતા તેઓ ધરાવે છે. તેઓ વિશેષ કરી લહકર્મ કરે છે. શહેરમાં મશીનરી પણ બનાવે છે. કેટલાક કાષ્ટકર્મ ને ચિત્રકારીનું કરે છે. ગામડાંઓમાં કૃષિકર્મ કરે છે. સાદું પાષાણ કામ કરે છે. ભોપાલ અને દિલ્હીમાં તેઓની જ્ઞાતિસંસ્થાઓ છે.
ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કુંભારિયા, કડિયા પથરકામ અને ચણતરનું કામ કરે છે. સૌરાષ્ટ્રના પ્રદેશમાં “સલાટ' નામે જાતિ વસે છે. તેઓ પિતાને સોમપુરા જેવા મનાવવાની કોશીષ કરે છે, પરંતુ આચાર અને કર્મમાં તેઓ ઊતરતા છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં દરછલકમાંના કેટલાક કાઈકર્મ પણ કરે છે. તેઓ “સઈ સુતાર ” કહેવાય છે.
બંગાળ, બિહાર, ઉત્તર ને મધ્યપ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ, સરહદ પ્રાંત (ગાંધાર) અને કાશ્મીર આદિ પ્રદેશોમાં શિલ્પી કુળના કે તે વર્ગનાની કોઈ જાણે કે પત્તો અમને મળ્યા નથી. પાંચ-સાતસો વર્ષ પહેલાં ત્યાં શિલ્પી વર્ગ હશે પરંતુ વિધમી રાજસત્તાની ધમધતા અને વટાળ પ્રવૃત્તિના કારણે આ જ્ઞાતિ નષ્ટ થઈ હોય અથવા વેટલાઈ પરિવર્તન થયું હોય કે અન્ય દયવસાયમાં તે લોકો દાખલ થયા છે. આ વિષયમાં સંશોધન કરવાની અગત્ય છે,