________________
એ પાંચ જમણા હાથમાં ધારણ કરેલાં જણાવેલ છે. આ સ્વરૂપ લેહકાર, સુવર્ણકાર, કાષ્ટકાર, અને કશકાર કંસારા)ને પૂજ્ય છે.
શિલ્પગ્રંથમાં સામાન્ય રીતે બ્રહ્માસ્વરૂપ વિશ્વકર્મા એક મુખ, ત્રણ નેત્રયુક્ત, દાઢીવાળા, હંસારૂઢ અને હાથમાં ૧. સૂત્ર, ૨. ગજ, (હસ્ત-કંબા), ૩. પુસ્તક, ૪, કમંડળ ધારણ કરતા કહ્યા છે. ઊભેલ રૂપમાં પગ આગળ ચાર શિષ્ય હેય છે.
વસિષ્ઠપુરાણમાં પ્રવેરાધ્યાયમાં પંચકર્મકારકનાં ૨૫ ગોત્ર કહ્યાં છે, પરંતુ સમપુરા શિલ્પીઓનાં નેત્ર ૧૮ ઋષિમુનિઓનાં છે. તેઓ વિશ્વકર્મારૂપ હેઈ પૃથફ છે. આ ગોત્રોમાં તે નથી.
વિશ્વકર્મા પ્રત્યેક યુગમાં પ્રગટ થયા. વેદ અને ઉપનિષદોમાં ઉલેખે છે. કદ અને યજુર્વેદમાં ભૃગુકુળમાં વિશ્વકર્મા થયાનું કહે છે. તે પછીના કાળમાં આંગીરસકુળમાં ઉત્પન્ન થયા. ત્રીજો અવતાર બ્રહ્મકુત્પન્ન પ્રભાસવસુના પુત્ર વિશ્વકર્મા પ્રગટ થયા (એ સમપુરા). ચોથા આંગીરસ વિશ્વકર્મા, વિરાટ વિશ્વકર્મા અવતાર (દ્રાવિડમ) એ મહાભારતમાં ઉલલેખ છે. પાંચમા આચાર્ય વિશ્વકર્મા, આ પાંચ અવતારના લલેખ વાયુપુરાણમાં છે. છઠ્ઠ જગદગુરુ વિશ્વકર્મા અવતારને સજાવેદાનમાં ઉલ્લેખ છે. સાતમા પ્રજાપતિ વિશ્વકર્માને મૂર્તિમમાં ઉલ્લેખ કરેલ છે. આઠમા કાશ્યપીય વિશ્વકમાં સકંદપુરાણમાં કહેલ છે. શિલ્પાચાર્ય વિશ્વકર્મા અને બ્રહ્મપુત્પન્ન વિશ્વકર્માના નવમા અને દશમા અવતારને ઉલેખ બ્રહ્મવૈવર્ત પુરાણમાં આપેલ છે. જુદા જુદા ગ્રંથમાં આપેલાં વર્ણન અને અવતાર ભિન્ન ભિન્ન નામોથી કહેલ હોવાથી સમજવામાં કઠિન લાગે છે.
વિશ્વકર્મા કુળમાં જન્મેલ હેય તે બ્રાહ્મણ જ છે તેમાં શંકા નથી. પ્રાચીન કાળમાં તે સર્વે કર્મકાંડ અને ધર્મનું આચરણ કરતા હતા. વ્યવસાયના કારણે શક વર્ણના સંસર્ગથી કર્મકાંડ વિસરી આચારવિચારમાં ક્ષીણ થવાથી મૂલ કર્મકાંડી બ્રાહ્મણોથી ભિન્ન થવા માંડયાં. આથી પિતાના પૃથક્ વ્યવસાયાનુસાર જ્ઞાતિઓનું નિર્માણ થયું. ભારતમાં શિલ્પીવી
વર્તમાનકાળમાં ભારતમાં પ્રમુખ શિલ્પી જ્ઞાતિવર્ગનું સંશોધન કરવાથી પ્રાપ્ત થયેલ વિગત આપું છું. ૧. સેમપુરા શિલ્પી:
શિપને અભ્યાસી વર્ગ પશ્ચિમ ભારત, ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મેવાડ, કચ્છમાં વસેલા છે. કેટલાક બ્રહ્મકર્મ કરે છે. સર્વે વિધિથી યજ્ઞોપવીત ધારણ કરે છે. કેઈનું દાન સ્વીકારતા નથી. પૌરાણિક ઉલ્લેખ પ્રમાણે, ચંદ્રકમાંથી દેએ પૃથ્વી ઉપર વિશ્વકર્મા સ્વરૂપની સ્થાપના કરી. આ શિલ્પીઓ મન્દિર નિર્માણમાં શિલ્પકર્મમાં પ્રવીણ અને શિલ્પના સંગ્રહ કરે છે,