________________
કળામય ગુફાઓની છત, દીવાલે અને સ્તંભ પર પૌરાણિક પ્રસંગો અને સુંદર મૂર્તિઓ કોતરેલી જોવામાં આવે છે. તેનાં દર્શન કરતાં જગતના કળાવાંચ્છુના મસ્તક ભારતના શિલ્પીઓ પ્રતિ નમે છે. જડ પાષાણુને સજીવ રૂપ આપી, પુરાણનાં કાવ્યો પ્રદર્શિત કર્યા છે.
વાસ્તુશાસ, સ્થાપત્ય અને શિલ્પની વ્યાખ્યા વાસ્તુશાસ્ત્ર, સ્થાપત્ય ને શિલ્પની સ્પષ્ટ વ્યાખ્યાના અભાવે એ ત્રણેના ભાષાપ્રયોગમાં યથાર્થ સ્વરૂપને ખ્યાલ ન હોવાથી, મિશ્ર અર્થ થાય છે. વાસ્તુશાસ્ત્ર વાસ્તુવિદ્યા એ વિશાળ અર્થ માં છે, તેનું અંતર્ગત સ્થાપત્ય અને સ્થાપત્યનું અંતર્ગત શિલ્પ છે. -
એ રીતે વિદ્યા અને કળાની સુંદર સ્પષ્ટ વ્યાખ્યા શુક્રાચાર્ય કરે છે. વિદ્યા અનંત છે અને કળા અસંખ્ય છે કે તેની ગણતરી થઈ શકતી નથી; છતાં પણ મુખ્ય વિદ્યા બત્રીસ છે અને મુખ્ય કલા ચોસઠ શુક્ર કહી છે. આગળ તે કહે છે કે જે કાર્ય વાણીથી થઈ શકે તેને વિદ્યા કહેવી અને મૂક–મૂગો પણ જે કાર્ય ક્રિયાથી કરી શકે તે “કલા' શિલ્પ, ચિત્ર, નૃત્ય આદિ મુક ભાવે થઈ શકે છે. આથી એ સર્વને કળા કહી છે. કેળાના પ્રકાર, સંખ્યા સંબંધમાં પૃથફ પૃથફ આચાર્યોએ ભિન્ન ભિન્ન સંખ્યા કહી છે. કોઈ એ ચોસફ, કોઈએ બે અને કોઈએ તેના અવાંતર ભેદે પાંચસે બાર કલાના ભેદ કહ્યા છે. .. .
વાસ્તુશાસ્ત્રના પ્રણેતા:-વાસ્તુશાસ્ત્રના મહાન પ્રણેતા ઋષિમુનિઓ અને રાજાએ પણ હતા. મત્સ્યપુરાણમાં અઢાર આચાર્યોનાં નામે આપેલાં છે. અગ્નિપુરાણ, અધ્યાય ૩૯માં
કાખ્યાયિકામાં પચાસ નામ આપેલાં છે. પ્રવિડ માનસારમાં બત્રીસ શિલ્પાચાર્યનાં નામે કહ્યા છે. બૃહદસંહિતામાં વરાહે–મનુ, પરાશર, કાશ્યપ, ભારદ્વાજ, પ્રહલાદ, અગત્ય અને માકડેયના નામે દીધા છે અને તેના પિતાના ગ્રંથમાં ગર્ગ, મય, નગ્નજીત અને વસિષ્ઠનાં અવતરણે ગ્રંથમાં પ્રમાણુરૂપ આપ્યાં છે.
“વિશ્વકર્મા પ્રકાશ”ના પ્રારંભમાં કહ્યું છે કે મહર્ષિ ગર્ગ વાસ્તુશાસ્ત્રના મહાબુદ્ધિમાન જ્ઞાતા હતા. તેનાથી પરાશર મુનિએ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પરાશરથી બૃહદ્રથે એ વિદ્યા પ્રાપ્ત કરી. બૃહદ્રથથી વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. વિશ્વકર્માએ જગતના લેકહિતાર્થે પ્રવર્તમાન કર્યું. આ ક્રમ પાછલા કાળના કોઈ વિશ્વકર્માને હોય.
વિશ્વકર્માના અવતારે યુગે યુગે થયા. જગત્પત્તિકાળમાં બ્રહ્માએ રાજ પૃથુ અને વિશ્વકર્માને બોલાવી પૃથ્વીના પાલન, રક્ષા અને વસવાટ માટેની આજ્ઞા આપી તેની રસિક કથા છે.
વિશ્વકર્મા વાસ્તુશાસ્ત્રના આદ્ય પ્રણેતા અને તેમની ઉત્પતિવિષયમાં જુદા જુદા મત છે. દક્ષ પ્રજાપતિની સાઠ કન્યાઓમાંની દશ કન્યાઓએ ધર્મ સાથે પાણિગ્રહણ કરેલ. તેમાંની વસુ નામની કન્યાથી અષ્ટવસુ થયા, તેને કનિષ્ઠ પુત્ર પ્રભાસ, પ્રભાસે મહર્ષિ ભૃગુની બહેન સાથે પાણિગ્રહણ કરેલું. તેનાથી વિશ્વકર્માને જન્મ થયે, એ પુરાણોમાં ઉલ્લેખ છે.
૧ પ્રભાસના વિશ્વકર્માનું પ્રભાસક્ષેત્ર–મનાથ, તે સેમપુરા બ્રાહ્મણ શિલ્પીઓનું ઉદ્ભવસ્થાન. એથી એમપરા શિલપીએને વિશ્વકર્માના અંશરૂપ કહ્યા છે.