________________
પ્રાસાદતિલક
પ્રસ્તાવના ભારતીય વાસ્તુવિદ્યાને પ્રારંભકાળ બહુ પ્રાચીન છે; તે અથર્વવેદ ઉપવેદ છે. વેદ, બ્રાહ્મણ ગ્ર, ઉપનિષદે, રામાયણ, મહાભારત, બૌદ્ધ , જૈન આગમગ્ર-છે અને સંહિતાઓ આદિમાં વાસ્તુવિદ્યાના ઉલેખો અને કેટલાકમાં તે તેનાં પ્રકરણે પણ છે. પાછલા કાળમાં પુરાણું અને નીતિશાસ્ત્રના પ્રમાં શિલ્પ સ્થાપત્યના ઉલ્લેખ અને અધ્યાયે છે.
પ્રાગૈતિહાસિક કાળમાં સંસારમાં પ્રત્યેક પ્રાણીને શીત, તાપ, વર્ષ આદિ વિવિધ પ્રાકૃતિક કઠિનતાઓની સામે પિતાની રક્ષાની જરૂરત થવા લાગી. આથી વાસ્તુવિદ્યાને પ્રારંભ સ્થળ ૨૫માં આદિકાળમાં થયે હેવાનું મનાય. એ રીતે ભૂચરોએ જમીનમાં ભેયર અને ખેચરોએ માળા બાંધ્યા. તે જ રીતે મનુષ્યએ પણ ઘાસની પર્ણકુટીઓ બનાવી. પહાડમાં, ગુફાઓમાં વાસ કરવા માંડ્યો. આમ પ્રારંભમાં નિવાસ બાદ સામૂહિક વાસ ગ્રામ સ્વરૂપમાં થવા લાગ્યા. માનવ સભ્યતાની સાથે શિલ્પવિજ્ઞાનને વિકાસ ક્રમશઃ તે રહ્યો,
પ્રાચીન આર્યયુગમાં સાદા, અલ્પજીવી પદાર્થો-જેવા કે કાષ્ઠ અને મૃત્તિકાથી અને પછીથી પકવેલ મૃત્તિકાની ઈટોથી વાસ્તુ નિર્માણ થવા લાગ્યા. બે અઢી હજાર વર્ષ પહેલાં પાષાણ શિલ્પના અવશેષ બહુજ અલ્પ ઉપલબ્ધ થાય છે. રામાયણ, મહાભારત જેવા ઐતિહાસિક મહાકાવ્યમાં દેવાલયો અને રાજમહાલય અને સામાન્ય ગ્રહ, નગરે આદિના વિવિધ વર્ણનનાં શાબ્દિક ચિત્રો આપેલાં છે. પરંતુ અલ્પજીવી વસ્તુ ના હોવાથી તેના વિશેષ પ્રાપ્ત થતા નથી.
વૈદિક, જૈન અને બૌદ્ધ સંપ્રદાયની ગુફાઓની બે સવા બે હજાર વર્ષોથી નિર્માણ થવા લાગી. તે પછી પાષાણનાં સ્થાપત્યોનો પ્રયોગ પાછળથી થયે એવું માનવાને કારણે મળે છે. દષ્ટાંતરૂપે, ગુજરાતમાં શામળાજીમાં અને ઉત્તરપ્રદેશમાં સારનાથમાં પકવેલી માટીટમાં સુંદર કળામય મૂતિઓ અને શિલ્પોના ત્રીજી શતાબ્દીના અવશેષ જોવા મળે છે. શામળાજીથી ૩૦ માઈલ પર સારે પાષાણુની ખાણ છે. સારનાથ પાસે ચુનારની ખાણોના પાષાણું મળે છે છતાં પાષાણ કાઢવાની કળાના અભાવે ત્યાં ઈંટોને ઉપયોગ થયો છે. સાંચી અને ભારહતના સ્તૂપે એથી પણ પૂર્વકાળના ઈ. સ. પૂર્વેના છે. તેમાં પાષાણુ વપરાયેલ છે. એટલે એ પ્રદેશમાં પાષાણ પ્રાપ્ત થત હશે અને ત્યાં કળાના કારીગરે તે કાળમાં તેઓને મળી ગયા હશે.
| ભારતના પૃથફ પૃથફ પ્રદેશમાં કોતરી શકાય તેવા પાષાણુવાળા પહાડોમાં શૈવ, વૈષ્ણવ, બૌદ્ધ અને જૈન સંપ્રદાયની ગુફાએ બે સવા બે હજાર વર્ષ પૂર્વેથી ઈ.સ.ની આઠમી નવમી શતાબ્દી સુધી કોતરાતી રહી. પાષાણને પ્રારંભિક ઉપયોગ પહાડની ગુફાઓથી શરૂ થયે એવી માન્યતા છે. તે પછીના કાળમાં સમતલ ભૂમિ પ્રદેશ પર પાપાણના સ્થાપત્યોના નિર્માણ થવા લાગ્યાં એવું જણાય છે.