________________
अथ प्रासादमण्डनस्य तृतीयोऽध्यायः
પ્રાસાદ ધારિણીશિલા (ખરશિલા)–
अतिस्थूला सुविस्तीर्णा प्रासादधारिणी शिला।
अतीवसुदृढा कार्या इष्टिकापूर्णवारिभिः ॥१॥ પ્રાસાદને ધારણ કરવાવાલી ખર%નામની શિલા અતિસ્થૂલ અને સારી વિસ્તારવાળી બનાવવી. તે ઈંટ, ચૂના અને પાણીથી મજબૂત કરવી. ૧ ખરશિલાનું માન અપરાજિત પૃચ્છા સૂ. ૧૨૩માં લખે છે કે
"प्रासादच्छन्दमस्योः दृढखरशिलोत्तमा । एकहस्ते पादहस्ता पश्चान्तेऽङ्गुलवृद्धितः ॥ अर्धाङ्गलं तदू तु नवान्तं सुदृढोत्तमा। पादवृद्धिं पुनर्दद्याद् हस्ते हस्ते तथा पुनः॥ हस्तानां विंशतिर्याव-दर्द्धपादा तव॑तः ।
વિશost = શતાહંતુ નવરા શિwા ” પ્રાસાદ તલ (જગતીના દાશા)ની ઉપર ઘણી મજબૂત અને સારી ખરશિલા (અરશલ) બનાવે. તે એક હાથના વિસ્તારવાળા પ્રાસાદને છ આંગળ જાડી બનાવે. બે થી પાંચ હાથના પ્રાસાદને પ્રત્યેક હાથ એક એક આંગળ, છથી નવ હાથના પ્રાસાદને પ્રત્યેક હાથ અરધે અરધે આગળ, દશ થી ત્રીશ હાથના પ્રાસાદને પ્રત્યેક હાથ પા પા આગળ અને એકત્રીશથી પચાસ હાથના પ્રાસાદને પ્રત્યેક હાથ એક એક સૂત વધારીને બનાવે. આ પ્રમાણે પચાસ હાથના પ્રાસાદને લગભગ વિશ આંગળ જાડી પર શિલા બનાવે.
૧ gઇ L *જગતીનાં દશાની ઉપર અને ભિની નીચે જે મજબૂત થર કરવામાં આવે છે તેને ખશિલા કહેવામાં આવે છે.