________________
प्रासादमायने
બ્રહ્મા, વિષ્ણુ, અને મહાદેવ એ ત્રણે એક પ્રાસાદમાં અથવા જુદા જુદા પ્રાસાદમાં સ્થાપી શકાય છે. જે એક જ પ્રાસાદમાં એ ત્રણે સ્થાપવા હોય તે મહાદેવ થી કમ વિષ્ણુ અને વિષ્ણુ ની કમ બ્રહ્માની ઊંચાઈ રાખવી. મહાદેવથી એક ભાગ કમ વિષ્ણુની ઊંચાઈ અને વિષ્ણુની ઊંચાઈથી અરધો ભાગ કમ બ્રહ્માની ઊંચાઈ રાખવી. વિષ્ણુને ડાબી બાજુ અને બ્રહ્માને જમણી બાજુ તથા વચમાં મહાદેવને સ્થાપવા. આ પ્રમાણે સ્થાપવાથી રાજા અને પ્રજાને શુભદાયક થાય છે. જે એ ત્રણે દેવ બરાબર માયના હોય તો બ્રાહ્મણ આદિ પોતાના કર્તવ્યથી રહિત થાયે. વિષ્ણુ બ્રહ્મા એ બને દેવથી મહાદેવની ઊંચાઈ કમ હોય તે રાજા પ્રજાને વિનાશ, બ્રહ્મા અને વિષ્ણુની ઊંચાઈ બરાબર હોય તે દેશમાં ભય અને રાજાઓનાં યુદ્ધ થાય. બ્રહ્માની ઊંચાઈથી વિષણુની ઊંચાઈ કમ હેય તે દેશમાં અનાવૃષ્ટિ અને મનુષ્યમાં રોગ થાય. તે માટે શાસ્ત્રાનુસાર માપ પ્રમાણે બનાવે, પણ વિપરીત કરે તે રાજા પ્રજા સુખી રહે નહિ.
છે ઈતિ પ્રાસાદમંડનના બીજ અધ્યયનની પંડિત ભગવાનદાસ જેન
વિરચિત સુધિની નામની ભાષા ટીકા સમાપ્ત . ૨ -