________________
प्रासादमरने
પ્રાસાદ બનાવવાનો સમય–
शुभलग्ने सुनक्षत्रे पश्चग्रहबलान्विते ।
माससंक्रान्तिवत्सादि-निषिधकालवजिते ॥११॥ શુભલગ્ન અને શુભ નક્ષત્રમાં, પાંચ ગ્રહ (સેમ, બુધ, ગુરૂ, શુક્ર અને રવિ) બલવાન હોય ત્યારે, તથા માસ સંક્રાંતિ અને વત્સ આદિને નિષેધ સમય છેડીને પ્રાસાદ બનાવવાનો આરંભ કરે છે ૧૧ ભૂમિ પરીક્ષા
सर्वदिक्षु प्रवाहो वा प्रागुदक्शङ्करप्लवाम् । भुवं परीक्ष्य संसिञ्चेत् पञ्चगव्येन कोविदः ॥१२॥
मणिसुवर्णरूप्येण विद्रुमेण फलेन वा। દેવાલય બનાવવાની ભૂમિની પહેલા પરીક્ષા કરવી જોઈએ. જે ભૂમિ ઉપર વચમાં પાણી રેડવાથી પ્રવાહ ચારે દિશામાં જાય અર્થાત્ વચમાં ઊંચી અને ચારે દિશામાં નીચી હોય, અથવા પૂર્વ, ઉત્તર અને ઈશાન દિશામાં નીચી હોય, તે દિશામાં પાણીને પ્રવાહ જાય તે તે ભૂમિ શુભદાયક છે. વિશેષ જાણવા માટે જુઓ પવિતાસૂત્ર ૫૧. એ ભૂમિમાં શલ્ય હોય તે તે પણ કાઢી નાંખીને શુદ્ધ કરવી. પછી શુદ્ધ કરેલી ભૂમિને વિદ્વાન પંચગવ્ય (ગાયનું દૂધ, દહીં, ઘી, છાણ અને મૂત્ર) છાંટીને, તથા મણિ, સેનું, રૂપું કે પ્રવાલ વડે અથવા ફલપૂજા વડે પવિત્ર કરવી છે ૧૨ વાસ્તુમંડલ બનાવવાની વસ્તુ–
चतुःषष्टिपदैर्वास्तु लिखेद्वापि शतांशकैः ॥१३॥ पिष्टेन वाक्षतैः शुद्ध-स्ततो वास्तुं समर्चयेत् ।
पूर्वोक्तेन विधानेन बलिपुष्पैश्च पूजयेत् ॥१४॥ દેવાલયના આરંભ કરવામાં સમયથી સમાપ્ત થાય ત્યાં સુધીમાં સાત અથવા ચૌદવાર ચોસઠ પદને અથવા એક પદને વાસ્તુ પૂજવામાં આવે છે. તે વાસ્તુમંડલ અશુદ્ધ લેટ અથવા ચોખાથી બનાવવામાં આવે છે. તેની જે વિધિ પૂર્વાચાર્યોએ બતાવી છે, તે વિધિ અનુસાર બલિ અને પુષ્પ આદિથી પૂજા કરવી ૧૩-૧૪ १ प्लवम् । २ भूमि । ३ सिन्चेत । ४ मणिना स्वर्णरूप्येण । ५ ऊर्ध्व । ६ बलिपुष्पादिपूजनैः । * જુઓ આઠમા અધ્યાયના શ્લેક ૧૦૨