________________
प्रथमोऽध्यायः
જે જે દેએ પ્રાસાદના આકારવાળી મહાદેવની પૂજા કરી, તે તે પ્રમાણે નામ વાળી જે જે પ્રાસાદની જાતિ ઉત્પન્ન થઈ તે અનુક્રમે કહે છે –
૧-દેવતાઓના પૂજનથી નાગર જાતિ, ૨-દાનના પૂજનથી દ્રાવિડ જાતિ, ૩ગંધર્વોના પૂજનથી લતિન જાતિ, ૪- યક્ષેના પૂજનથી વિમાન જાતિ, ૫- વિદ્યાધરના પૂજનથી મિશ્ર જાતિ, ૬-વસુદેવના પૂજનથી વરાટક જાતિ, –નાગદેવના પૂજનથી સાંધારજાતિ, –નરેન્દ્રોના પૂજનથી ભૂમિજજાતિ, ૯-સૂર્યદેવના પૂજનથી વિમાનનાગર જાતિ, ૧૦-ચંદ્ર દેવના પૂજનથી વિમાનપુષ્પક જાતિ, ૧૧–પાર્વતીદેવીના પૂજનથી વલભી જાતિ, ૧૨-હરસિદ્ધિ આદિ દેવીઓના પૂજનથી સિંહાવલોકન જાતિ, ૧૩-વ્યંતરસ્થિત દેવના પૂજનથી ફાંસી કે આકારવાલી જાતિ, ૧૪-ઇંદ્રલોકના દેવના પૂજનથી રથાકાર (દારૂજાદિ, જાતિ, એ ચૌદ જાતિનાં પ્રાસાદે ઉત્પન્ન થયાં. આઠ જાતિના ઉત્તમ પ્રાસાદ–
नागरा द्राविडाश्चैव भूमिजा तिनास्तथा । सावधारा विमानादि-नागराः पुष्पकाङ्किताः॥७॥ વિશ્રાંતિ સૃષ્ટિ જ્ઞાતિપુ નાના
सर्वदेवेषु कर्त्तव्याः शिवस्थापि विशेषतः ॥८॥ ચૌદ જાતિના પ્રાસાદમાં નાગર, દ્રાવિડ, ભૂમિજ, લતિન, સાવંધાર (સાંધાર) વિમાનનગર, વિમાનપુષ્પક અને મિશ્ર એ આઠ જાતિનાં પ્રાસાદ ઉત્તમ છે, તે બધાં શંગ અને તિલકે વડે સુશોભિત છે, તે માટે એ આઠ જાતિના પ્રાસાદ સર્વ ને માટે બનાવવાં શ્રેષ્ઠ છે. તેમાં પણ મહાદેવના માટે તે વિશેષ કરીને બનાવવાં એ વધારે શ્રેયસ્કર છે. ૭-૮
प्रासादानां च सर्वेषां जातयो देशभेदतः।
चतुर्दश प्रवर्तन्ते ज्ञेया लोकानुसारतः ॥९॥ સર્વ પ્રાસાદેની જાતિ દેશભેદનાં અનુસારે થાય છે, તેમાં મુખ્ય ચૌદ જાતિ છે, તે અપરાજિત પૃચ્છાસૂત્ર ૧૧૨ આદિ અન્ય શાથી જાણવી ૯ છે
लक्ष्षलक्षणतोऽभ्यासाद् गुरुमार्गानुसारतः।
प्रासादभवनादीनां सर्वज्ञानमवाप्यते ॥१०॥ પ્રાસાદ અને ઘર આદિ બનાવવા માટે સર્વ પ્રકારનું શિલ્પજ્ઞાન, તેનાં લક્ષ્ય અને લક્ષણનાં અભ્યાસ વડે અથવા ગુરૂશિક્ષા વડે પ્રાપ્ત કરવું જોઈએ . ૧૦ ૧ “ારાઅવે', “મિત્રત જાવ'.