________________
प्रासादमण्डने મઠની વાયુદિશામાં ધાન્યને કોઠાર, અગ્રિકેણમાં રસોઈ ઘર, ઈશાનકણમાં પુષ્પગ્રહ (પૂજાને ઉપગરણ), નૈવત્ય કેણમાં પાત્ર અને આયુધનું સ્થાન, આગળ યજ્ઞશાલા, અને પશ્ચિમમાં જલસ્થાન બનાવે. મઠની આગે પાઠશાલા અને વ્યાખ્યાન મંડપ બનાવ. ૩૫ ૩૬ પ્રતિષ્ઠા મુ –
पूर्वोक्ता सप्तपुण्याह-प्रतिष्ठा सर्वसिद्धिदा।
रवौ सौम्यायने कुर्याद् देवानां स्थापनादिकम् ॥३७॥ પહેલા અધ્યાયના શ્લેક ૩૬ માં જે સાત પુણ્યદિન લખ્યા છે. તેની પ્રતિષ્ઠા કરવાથી સર્વ સિદ્ધિ થાય છે, જ્યારે સૂર્ય ઉત્તરાયનમાં હોય ત્યારે દેવેની પ્રતિષ્ઠા આદિ શુભ કાર્ય કરવું જોઈએ. ૩૭ માં પ્રતિષ્ઠાના નક્ષત્ર
प्रतिष्ठा चोत्तरामूल आर्द्रायां च पुनर्वसौ।
पुष्ये हस्ते मृगे स्वातौ रोहिण्यां श्रुतिमैत्रभे ॥३८॥ ત્રણે ઉત્તરાનક્ષત્ર (ઉત્તરાફાશુની, ઉત્તરાષાઢા અને ઉત્તરાભાદ્રપદ), મૂલ, આદ્ર, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, મૃગશીર, સ્વાતિ, રોહિણી. શ્રવણ અને અનુરાધા, એ નક્ષત્ર દેવેની પ્રતિષ્ઠા કરવા માટે શુભ છે. એ ૩૮ છે પ્રતિષ્ઠામાં વર્જનીય તિથિ આદિ–
तिथिरिक्तां कुजं धिष्ण्यं क्रूरविडं विधुं तथा।
दग्धातिथिं च गण्डान्तं चरभोपग्रहं त्यजेत् ॥३९॥ રિક્તાતિથિ, મંગલવાર, ફરગ્રહથી વેધેલું અથવા યુક્ત નક્ષત્ર અને ચંદ્રમા, દગ્ધા તિથિ, નક્ષત્ર માસ તિથિ અને લગ્ન આદિને ગંડાંતોગ, ચરરાશિ અને ઉપગ્રહ, એ બધાં પ્રતિષ્ઠા આદિ શુભ કાર્યમાં વર્જનીય છે. . ૩૯ ...
सुदिने सुमुहूर्ते च लग्ने सौम्ययुतेक्षिते।
अभिषेक: प्रतिष्ठा च प्रवेशादिकमिष्यते ॥४०॥ શુભ દિન અને શુભ મુહૂર્તમાં, શુભ ગ્રહ લગ્નમાં હોય અથવા લગ્નને જોતા હોય એવાં શુભ લગ્નમાં રાજ્યાભિષેક, દેવપ્રતિષ્ઠા અને ગૃહ પ્રવેશ આદિ શુભકાર્ય કરવું જોઈ એ. ૪૦ છે. ૨૨. ' $ “કુર્ત . '