________________
अथ प्रासादमण्डनस्य चतुर्थोऽध्यायः
હારના માને મૂર્તિ અને પબાસનનું માન
द्वारोच्छ्रयोऽष्ट नवधा भागमेकं परित्यजेत् ।
शेषस्त्रयंशे द्विभागार्चा त्र्यंशेन द्वारतोऽथवा ॥१॥ દરવાજાની ઊંચાઈના આઠ અથવા નવ ભાગ કરવાં, તેમાંને ઉપરનો એક ભાગ છેડી દે. બાકી જે સાત અથવા આઠ ભાગ રહે, તેનાં ત્રણ ભાગ કરવાં. તેમાંના બે ભાગની ઊભી મૂર્તિ અને એક ભાગ પબાસનની ઊંચાઈ કરવી. બેઠી મૂર્તિ એક ભાગની અને પબાસન બે ભાગનું કરવું ?
द्वारदैध्ये तु द्वात्रिंशे तिथिशक्रकलांशकैः ।
ऊवारी आसनस्था तु मनुविश्वार्कभागतः ॥२॥ દરવાજાની ઊંચાઈનાં બત્રીશ ભાગ કરવાં, તેમાં પંદર, ચૌદ અને સેળ ભાગનાં માનની ઊભી મૂર્તિ રાખવી. તથા ચૌદ, તેર અથવા બાર ભાગની બેઠી મૂર્તિ રાખવી. ૨ ક્ષીરાવના મતે પબાસનનું માન
" द्वारं चाष्टविभक्तं च विधाभक्तं च सप्तभिः । पीठमानं भागमेकं शेषं च प्रतिमा मुने ! ॥ सप्तभागं भवेद् द्वारं षड्भागं च विधाकृतम् । द्विभागं प्रतिमामानं शेषं पीठं हि चोच्यते ॥ द्वारं षड्भागिकं कुर्यात् त्रिधा पञ्च प्रकल्पयेत् । पीठचैकेन भागेन द्विभागं प्रतिमा भवेत् ॥ एवमूर्ध्वप्रतिमा च अर्द्ध शयनासनं भवेत् । पीठमानं च नान्यत्र शेषस्थाने च निष्फलम् ॥ जलशय्याप्रमाणेन द्वारविस्तारसाधितम् । अन्यथा च यदा अर्चा विस्तरं नैव लक्षयेत् ॥"