________________
चतुर्थोऽध्यायः
દ્વારની ઊંચાઈના આઠ ભાગ કરવા, તેમને ઉપરનો એક ભાગ છે દે, બાકીનાં સાત ભાગનાં ત્રણ ભાગ કરવા, તેના બે ભાગની પ્રતિમાં અને એક ભાગની પીઠ (પબાસન) કરવી, અથવા દ્વારની ઊંચાઈનાં સાત ભાગ કરીને ઉપરને એક ભાગ છેડી દે, બાકી છ ભાગના ત્રણ ભાગ કરવા, તેમાનાં બે ભાગની પ્રતિમા અને એક ભાગનું પબાસન કરવું. દ્વારની ઊંચાઈનાં છ ભાગ કરીને ઉપરનો એક ભાગ છેડી દે. માત્ર પાંચ ભાગનાં ત્રણ ભાગ કરવાં, તેમાંના એક ભાગનું પગાસન અને બે ભાગની પ્રતિમા કરવી. આ પ્રમાણે ઊભી પ્રતિમાનું માન જાસૂવું. શયનાસન પ્રતિમાનું માન દ્વારાદયના અર્ધભામે કરવું. જલશધ્યાન માન પ્રમાણે દ્વારને વિસ્તાર કરે. અર્થાત્ સુતેલી પ્રતિમા દ્વારને વિસ્તારથી અધિકમાનની કરવી નહિ. ગભારાનું માન–
चतुरस्रीकृते क्षेत्रे दशभागविभाजिते।
द्विद्विभागेन दो भित्ती षड्भागं गर्भमन्दिरम् ॥३॥ પ્રાસાદની સમચોરસ ભૂમિનાં દશ ભાગ કરવાં, તેમાં બે બે ભાગની ભીત કરવી. અને બાકીનાં છ ભાગને ગભારે કરો. ૩ ગભારાના માનથી મૂર્તિનું માન
तृतीयांशेन गर्भस्य प्रासादे प्रतिमोत्तमा।
मध्यमा स्वदशांशोना पञ्चांशोना कनीयसी ॥४॥ ગભારાના વિસ્તારથી ત્રીજા ભાગની પ્રતિમા બનાવવી, તે ઉત્તમ છે. તેમાંથી દશમો ભાગ ઘટાડીને બનાવે તે મધ્યમ માનની અને પાંચમે ભાગ ઘટાડીને બનાવે તે કનિષ્ઠ માનની પ્રતિમા થાય. ૪ દેવનું દષ્ટિસ્થાન
आयभागे भजेद द्वार-मष्टममध्यंतस्त्यजेत् ।
सप्तमसप्तमे दृष्टि-वृषे सिंहे ध्बजे शुभा ॥५॥ દ્વારનો ઉંબરે અને એતરંગ વચ્ચેના આઠ ભાગ કરવાં, તેમાં ઉપરનો આઠમે ભાગ છેડીને તેની નીચેના સાતમા ભાગના ફરી આઠ ભાગ કરવાં, તેમાં ઉપરનો આઠમો ભાગ છોડીને નીચેનો સાતમો ભાગ ગજ આય છે, તેમાં દેવોની દષ્ટિ રાખવી, અર્થાત્ દ્વારના અપરાજિત છાસૂવ ૨૦૯ શ્લેક ૧૧માં પચીસ ભાગ કર્યાનું જણાવે છે. * કેટલાંક શિપિઓ સાતમા અને આઠમા ભાગની વચમાં આંખની કીકી રહે, તે પ્રમાણે પ્રતિમાની દૃષ્ટિ સાખે છે, જેથી આયો મેળ મળતું નથી. આ ભૂલ જણાય છે.
પ્રા. ૧૦
,