________________
:
તથા:
સમરાંગણ સૂત્રધાર અધ્યાય ૫૫ શ્લોક ૧૫૯માં ચાર હાથથી અધિક વિસ્તારવાળા પ્રાસાદ માટે દ્વારની ત્રણ ત્રણ આંગળની વૃદ્ધિ કરવાનું લખ્યું છે. ભૂમિજ પ્રાસાદનું દ્વારમાન–
एकहस्ते सुरागारे द्वारं सूर्याङ्गुलोदयम् । सूर्यागुला प्रतिकरं वृद्धिः पञ्चकरावधि ॥४७॥ पञ्चाङ्गुला च सप्तान्तं नवान्तं सा युगागुला। दधगुला तु शतार्धान्तं वृद्धिः कार्या करं प्रति ॥४८॥
રૂતિ મૂકવાણા દ્વારા ! ભૂમિજજાતિના પ્રાસાદનાં કારનો ઉદય-એક હાથના વિસ્તારવાળા પ્રાસાદના દ્વારને ઉદય બાર આગળ કર. પછી બેથી પાંચ હાથ સુધી પ્રત્યેક હાથ બાર બાર આંગળ; છે અને સાત હાથ સુધી પ્રત્યેક હાથ પાંચ પાંચ આંગળ, આઠ અને નવ હાથ સુધી પ્રત્યેક હાથ ચાર ચાર આંગળ, અને દસથી પચાસ હાથ સુધી પ્રત્યેક હાથ એ બે આગળ વધારીને દ્વારને ઉદય કરવો. ઉદયથી અરધા ભાગે વિસ્તાર કરવો. (વિસ્તારમાં લંબાઈન સેળ ભાગ વધારીને બનાવે તે અધિક ભાયમાન થાય છે.) ૪૭ ૪૮
દ્રાવિડ પ્રાસાદનું દ્વારમાન
प्रासादे एकहस्ते तु द्वारं कुर्याद् दशाङ्गुलम् । रसहस्तान्तकं यावत् तावती वृद्धिरिष्यते ॥४९|| पञ्चागुला दशान्तं च द्वयङ्गुला च शतार्द्धकम् । पृथुत्वं च तदर्धेन शुभं स्यात्तु कलाधिकम् ।।५०॥
इते द्राविडप्रासादद्वारमानम् । દ્રાવિડ જાતિના પ્રાસાદનાં દ્વાર ઉદય-એક હાથના પ્રાસાદના કારનો ઉદય દશ આગળ કરવો. પછી છ હાથ સુધી પ્રત્યેક હાય દશ દશ આગળ વધારીને, સાતથી દશ હાથ સુધી પ્રત્યેક હાથે પાંચ પાંચ આંગળ, અને અગ્યારથી પચાસ હાથ સુધી પ્રત્યેક હાથ બે બે આંગળ વધારીને દ્વાનો ઉદય કરે. ઉદયથી અરધા ભાગે વિસ્તાર કર, વિસ્તારમાં ઉદયને સેવ ભાગ વધારીને બનાવે તો અધિક શોભાયમાન થાય છે. ૪૯ ૫૦ ૫ બીજી જાતનાં પ્રાસાદનું રિમાન–
विमाने भौमिजं मान वैराटेषु तथैव च । मिश्रके लतिने चैव प्रशस्तं नागरोद्भवम् ॥५१॥