________________ 488 જ્ઞાનારા રિ -૪ત્તરાઈ વઘુસારના ત્રણ પ્રકરણમાં (1) ગ્રહાદિ વિષય, (2) જીન ચૈત્ય વિષય, (3) જનબિંબ એ યર તેણે બહુ સુંદર લખેલું છે. ક્રિયા જ્ઞાનના અભાવે ઠકુર ફેરના કેટલાક મંતવ્યોમાં એકતા નથી. બીજા એક જૈન દિગંબર વિદ્વાન આચાર્ય વસુનંદીએ રચેલ “પ્રતિકા સાર સંગ્રહમાં શિપના વિષય પર વિદ્વતાપૂર્ણ હકીકત આપી છે. ઉપરોક્ત બંન્ન જૈન વિદ્વાનોના કેટલાક મંતવ્ય પરસ્પર ભિન્ન છે. તેમજ પ્રાચીન પરંપરામાં પણ કેટલીક બાબતમાં તેઓ જુદા પડે છે. દષ્ટિ આદિ વિષમાં તેઓમાં ઘણો મતભેદ છે. છતાં એકંદરે આ વિદ્વાન ગ્રંથે સુંદર છે. શાશ્વત જિન ચિત્યનું વર્ણન પ્રતિક્રમણના રજૂદા નિત્ય કર્મના પાઠમાં બેલાય છે: લાંબા સો જન વિસ્તાર પચાસ ઉંચા પહોતેર ઘાટ * આગમગ્રંથમાં સ્તૂપ સંબધે ઉલ્લેખ મળે છે. જૈનોનું અનુકરણ બૌદ્ધોએ કર્યું હોવાનું ચિક્કસ રીતે માનવું પડે છે. કલ્પસૂત્ર અને આગમગ્રંથમાં કહ્યું છે કે જ્યારે તીર્થકર ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે તેમના અગ્નિ સંસ્કારના સ્થાને દેવોએ સ્તુપ રચ્યા. જૈન સ્તૂપે વર્તમાન કાળમાં જોવામાં આવતા નથી. પરંતુ મથુરામાં સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથ પ્રભુની સ્મૃતિને સ્તૂપ હતું તે ઈસ્વી પૂર્વે સાતમી શતાબ્દિને હતું તેવું પુરાતત્વ દઢપણે સિદ્ધ કરે છે. જેમાં આચાર્યાદિ પૂજ્ય સાધુ મહારાજના અગ્નિ સંસ્કારના સ્થાને વર્તમાનકાળના સ્વરૂપની દેરી કે ગુરૂમંદિર ઓટલા પર બનાવે છે. ઓગણીસમી સદી પહેલાં ત્યાં પગલાં પધરાવવાની પ્રથા હતી. પ્રત્યેક સંપ્રદાયમાં દેવપ્રાસાદના આગળના વિશાળ પ્રાંગણમાં માટે સ્તંભ ઉભો કરવાની પ્રથા છે. આ પ્રથા ગુજરાતમાં પ્રાચીન કાળમાં હતી. પણ વર્તમાનકાળે તે લુપ્ત થઈ છે. જેન દિગંબર મંદિરે આગળ વિશાળ મોટા સ્તંભે ઉભા કરવાની પ્રથા છે. વેતાંબર સંપ્રદાયમાં તે સ્થંભને “માણવક થંભ” નામે શાસ્ત્રમાં ઓળખાવે છે. તેને લૌકિક અર્થ “માણેક થંભ” છે. દિગંમ્બરે તેને “માન થંભ” કહે છે. પણ તે માણવહ સ્તંભનું અપભ્રંશ છે. જૈનાને કળામય ભવ્ય મંદિરે દેશના પૃથક પૃથક ભાગમાં છે. તે જેટલા કળામય છે તેટલા જ તે સુઘડ હોય છે. મંદિરની સ્વચ્છતા જેને જેટલી અન્ય સંપ્રદાયમાં નથી તે ભારે પ્રશંસનીય દષ્ટાંતરૂપ છે.