________________
परिशिष्ट । जिनप्रासार-मायतनादि
૪૭૫
સહિતની) કરવી. મધ્યમાં એક અને અંદર ચારખુણે ચા૨ મળી કુલ ચોરાશી જિનાયતને (ચારે બાજુ મધ્યમાં બલાણુક કરવા) આમ સર્વ કલ્યાણ કરનાર એવું “જિકુમાલ” નામ જાણવું.
वामदक्षे चतुस्त्रिंशदष्टाने नवपृष्ठतः ।
मूलपासादसंयुक्ते वर्णसंख्या जिनायतम् ॥६॥ બાવન જિનાલયની રચના: મુખ્ય મંદિરની ડાબી જમણી તરફ સત્તર સત્તરઃ આગળ આઠ અને પાછળ નવ દેવકુલિકાઓ મૂળમંદિર સહિત બાવન જિનાયતનની રચના જાણવી
वामदक्षे च पंचाशत् पृष्ठे रुद्रोऽग्रतो दश ।
मूलपासादसंयुक्त द्विसप्ततिर्जिनायतम् ।। ७ ।। બહેતર જિનાયતનની રચના કહે છે. મુખ્ય મંદિરની ડાબી જમણી બાજુમાં પચ્ચીશ પચીશ અને પાછળ અગિયાર અને આગળના ભાગમાં દશ દેવકુલિકાએ તથા મુખ્ય મંદિર સહિત કુલ બહોતેર જિનાયતનની રચના જાણવી.
अग्रपृष्ठद्वयोविध चतुर्विशायत खलु ।
अष्टाष्ट सप्तकुलिका सहित मूलमंदिरे ॥ ८॥ ચોવીશ જિનાલય બે પ્રકારે થઈ શકે. મૂળ મંદિરના આગળ અગર પાછળ પણ દેવકુલિકાઓ થાય. તેમાં ત્રણ બાજુ આઠ આઠ અગર પાછળ કરે તે સાત (આગળ આઠ આઠ કરે તે એક વધારાની દેરીમાં સરસ્વતી સ્થાપન કરવાનું અન્ય ગ્રંથમાં
કહ્યું છે.)
આ પાંચ પ્રકારના જિનાયતમાં કયા કયા જિલતીર્થંકર પધરાવવા બાબત વિચારણીય છે. એવીથ જિનાયતનમાં વર્તમાન કાળની વીશી પધરાવવી. બાવન જિનાયતમાં વર્તમાન , કાળની અને અતીત (ગત) વીશીઓ મળી ૪૮ પ્રભુજી અને ચાર શાશ્વત જિન મળીને બાવન પ્રભુ પધરાવી શકાય. બાવન જિનાલય એ નંદીશ્વરજીપના પ્રતીક રૂપ છે. બહેતર જિનાવતનમાં અતીત (થયેલી) વીશ, વર્તમાન ચેવીશ અને અનામત (બાવી) ચોવીશ મળી ૭૨ બહેતર જિનપ્રભુ પધરાવી શકાય. ચેરાશી જિનાયતનમાં ત્રણેકાળની ચોવીશીના ૭૨ પ્રભુજી અને ચાર શાસ્વતાના બાર પ્રભુજી મળી રાશી પ્રભુ પધરાવી શકાય. એકસો આઠ જિનાયતનમાં ત્રણે કાળના ૭૨ અને વીથ વિહરમાન અને શાશ્વતા સેળ મળી ૧૦૮ પધરાવી શકાય. આ જ પ્રમાણે પધરાવવા જોઈએ એવો આગ્રહ ન હોય. પરંતુ વ્યાવહારિક ગોઠવણ આ રીતે યોગ્ય ગણાય. પછી તે એકથી વિશેષ નામના તીર્થંકરની પ્રતિમાજી પણ પધરાવે છે. વળી અકેક દેવકુલિકામાં ત્રણ ત્રણ એમ ત્રગડાને મેળે પ્રતિમાજી પધરાવવાની પ્રથા છે, તેમાં ત્રણે કાળના પ્રતિમાજીઓ અને વીશ વિહરમાન અને ચાર શાશ્વત જિન પ્રતિમાજીને મેળ કરીને બેસારવા પ્રયત્ન કરે છે.