________________
ज्ञानप्रकाशदीपार्णवे
उत्तरार्धः અય વાસુવિઘા જ્ઞાનમારવા-–૨૯૫-ar wાર ૨૬
___ अष्टापद रचानी भूमिका
अष्टापदावें सिंहनिषद्या-प्रासाद-वर्णन પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ સ્વામીના દેહને અગ્નિસંસ્કાર અષ્ટાપદ પર્વત ઉપર કર્યો. ત્યાં ભરત ચક્રવતી મહારાજે સિંહ નિષદ્યા નામે પ્રાસાદ રચના વર્ધકીરત્ન ( શિલ્પી સ્થપતિ) પાસે કરાવી.
भरतस्तत्र च स्वामि संस्कारासम्मभूतले । पासाद यानयामास त्रिगन्यूतिसमुच्छ्रयः ॥१॥ नामतः सिंहनिषया पद्मानिर्वाणवेश्मनः ।
उच्चैद्धि कीरत्नेन रत्नाश्माभिरकारयत् ॥२॥ ભરત ચક્રવતીએ શ્રી ઋષભદેવના અગ્નિસંસ્કારના સમીપ ભૂમિ પર ત્રણ ગાઉ ઉંચે અને જાણે મોક્ષ મંદિરની વેદિકા હેય તે સિંહ નિષઘા" નામને પ્રાસાદ રત્નમય પાષાણથી વાર્ધકી ૧ રત્ન (સ્થપતિ) પાસે કરાવ્યું.
તેની ચારે તરફ પ્રભુના સમવસરણની જેમ સ્ફટિક રત્નના ચાર રમણીય દ્વારે કરાવ્યા. તે દ્વારેની બંને તરફ શિવલમીના ભંડારની જેવા રત્ન ચંદનના સોળ કળશે રચાવ્યા. દરેક દ્વારની જાણે સાક્ષાત પુણ્ય વલ્લી હોય તેવા સળ સેળ રત્નમય તેણે રચાવ્યા. ફરતા મંડપના પ્રશસ્તિ લિપિના જેવા અષ્ટ મંગળની સેળ મેળ પંકિતઓ રચી. જાણે ચાર દિગપાલની સભા ત્યાં લાવ્યા હોય તેવા વિશાળ મુખમંડપ રચ્યા. તે ચાર મુખમંડપની આગળ ચાલતાં શ્રી વલી મંડપની અંદર ચાર પ્રેક્ષાસદન મંડપ (રસિક મંડપ જેવા કક્ષાસનવાળા) કરાવ્યા. તે પ્રેક્ષા મંડપોની મધ્યમાં સૂર્યબિંબને ઉપહાસ્ય કરનારા વજીમય અક્ષવાટ રચ્યા અને દરેક અક્ષવાટની મધ્યમાં કમળમાં કણિકાની જેમ અકેક મનહર સિંહાસન રહ્યું. પ્રેક્ષા મં૫ની આગળ એકેક મણિપીઠિકા રચી. તેની પર રત્નના મનહર ચેત્યસ્તૂપ રચ્યા. તે દરેક ચૈત્યસ્તૂપમાં આકાશને પ્રકાશિત કરનારી દરેક દિશાએ મેટી મણિપીઠિકા રચી.