________________
૨
હૈયાત છે?” કળા રસિકે અને સ્થાપત્ય અભ્યાસી સોમનાથજીની આ રચના જઈ તેની કળાની પ્રસંશા કરે છે. શિલ્ય ગ્રંથોના આધારે બંધાયેલ આ “કલાસ મહામેરૂ પ્રાસાદ” નું નિર્માણ આ ગ્રંથના લેખકના હસ્તે થઈ રહ્યું છે.
બરડા ડુંગરના ધુમલીના મંદિરે સાતમી આઠમી સદીથી માંડી બારમી સદી સુધીનો છે. પંચાળનું ત્રિનેત્રેશ્વરનું, ગોપનું, કદવારનું આદિ પ્રાચીન શિલીના છુટા છવાયા સ્થાપત્યો જીર્ણ અવસ્થામાં સૌરાષ્ટ્રમાં ઉભેલાં છે. હિન્દુ ધર્મના ચાર ધામે માનું પશ્ચિમ તીર્થ દ્વારિકાધીશનું ભવ્ય જગતમંદિર સમુદ્ર તટ પરના ઉંચા ટેકરા પર દીવાદાંડી રૂપ છે. ત્યાંના બીજા મંદિરમાં રૂકમણિજીના મંદિરની કળાકૃતિ પ્રશનીય છે.
દક્ષિણ ગુજરાતના પુરાણા સ્થાપત્યમાં ઉલ્લેખનીય ડભેઈને મજબુત કળામય દુર્ગ તથા મંદિરે છે. તેના સર્જક સુપ્રસિદ્ધ હીરાધર નામે સેમપુરા શિપીની લોકકથા પ્રસિદ્ધ છેઆ હીરાધર રૂદ્રમહાલયના મહાન શિલ્પી, ગંગાધરના પુત્ર પ્રાણધરના પ્રપૌત્ર હતા તેમ કહેવાય છે. રૂદ્રમહાલયના સ્થાપત્ય જોડે શિપી અને
તિષીની લોક કથા પણ સંકળાયેલી છે.
ગુજરાતના સ્થાપત્યોમાં કળા પૂર્ણ વા, સાવરે, એવારાઓ તથા તે યુગના યુદ્ધબળને સાક્ષીરૂપ ઉભેલા કિલ્લાઓ તથા તેના દરવાજાઓ છે. ઝીંઝુવાડા, પ્રભાસપાટણ, ડઈ, જુનાગઢ અને ચાંપાનેરના દુર્ગો અજેય મનાતા હતા. તે સર્વ પ્રેક્ષણીય છે.
દક્ષિણ ભારતના દ્રવિડ મંદિરના સ્થાપત્ય ઉત્તર ભારતની અપેક્ષાયે ભિન્ન છે. ઘણું વિશાળ વિસ્તારમાં પ્રસરેલા દ્રવીડ મંદિરની ભવ્યતા મીસરના પુરાણું મંદિર જેવી છે. દક્ષિણના મહારાજ્યોમાં પાંડ્ય, ચૌલ, ચેરા અને પલ્લવ રાજ્ય-શાસકે પછી ચાલુકય રાજ્યને ઉદય થયે. જગતના ઈતિહાસમાં લાંબામાં લાંબા કાળ સુધી કઈ વંશે રાજ્યશાસન કર્યું હોય તે દક્ષિણના પાંડય વંશનું રાજ્ય ૨૬૦૦ વર્ષ સુધી ટકી રહ્યું હતું.
દ્રવિડના રાજ્યકુળોની ધર્મપ્રિયતાના પરિણામે ભવ્ય દ્રવિડ મહાશિના નિર્માણ થયા છે. નગરે, જળાશ, મંદિરે અને કિલ્લાએ બંધાયા છે. આઠમી સદી પછી બૌદ્ધ ધર્મનું પતન થતાં જ શિવ વિષ્ણુ અને જન સંપ્રદાયના આચાર્યોના પ્રભાવથી ભવ્ય મંદિરે રાજ્યાશ્રયે ઉભા થયાં છે. મોટાં શો પિતાની આવકના અઢળક દ્રવ્યને દેવદ્રવ્ય ગણીને ભવ્ય નગર જેવા મંદિરે બાંધવામાં પરસ્પર સ્પર્ધા કરતા હતા. અગાઉ કહ્યું તેમ દ્રવિડ શૈલીના મંદિરની રચના ઘણી વિશાળ હોય છે. બહારના પ્રવેશદ્વાર પર ભવ્ય ઉન્નત ગેપુરમ મૂળ મંદિરથી પણ ઉંચું બાંધે છે. મંદિરના ચેકમાં જળા, ભજન મંડપ અને અન્ય દેવ દેવીઓના નાના મોટાં