________________
ज्ञानपकाश दीपार्णव-उत्तरार्ध
૩૧૩
એમ વીશ મણિય રત્નમય મૂર્તિઓ સ્થાપી. હિનિષદ્યા ફરતા ચૈત્યવૃક્ષ, ક૫વૃક્ષ, રેવરે, વાવડીઓ અને ઊંચા ઉપાશ્રયે કરાવ્યા. આ રત્નમય પ્રાસાદની રક્ષા સારુ ભરત ચકતએ દંડરત્ન વડે એક એક એજનના અંતરે આઠ પગથિયાં કર્યા. તેથી તે અષ્ટાપદ નામે વિખ્યાત થયો. દ્વારકા નગરીનું વર્ણન :
વિસ્તારમાં બાર યોજન લાંબી, નવ જન પહોળી, સુવણરત્નના કિલ્લાવાળી નગરી હતી. ગોળ, ચોરસ ને લંબાઈવાળા તેમ જ ગિરિકૂટક, સ્વસ્તિક, સર્વતોભદ્ર, મંદર, અવતંસક ને વર્ધમાન એમ વિવિધ નામના લાખે મહેલે એક માળના, બે માળના ને ત્રણ માળના રચ્યા. ચત્વર-ચાર સ્તા ભેગા થાય ત્યાં, અને ત્રિક શેરીઓમાં દિવ્ય ચે નિર્માણ કર્યા. સરોવરો, દીધિકાઓ, વાપિકાએ, ચિ, ઉદ્યાન એવી ઈંદ્રપુરીના જેવી દ્વારિકા નગરી વિશ્વકર્માએ અહોરાત્રમાં નિર્માણ કરી. પાંડવોની સભાનું વર્ણન:
અર્જુનના મિત્ર મણિચૂડ વિદ્યારે વિદ્યાના બળવડે ઇંદ્રની સભા જેવી નવીન સભા રચી આપી. તેમાં મણિમય ઉભા હતા. છતાં અપુરૂ આત્માની જેમ જાણે સ્તંભ જ ન હોય તેમ દેખાતું હતું. સ્ત્રીના ચરિત્રની જેમ રત્નની કાંતિથી અનેક વર્ણવાળી ભૂમિ (મહેલનું જમીનતા) જણાતી હતી. દેવતાને પ્રિય અપ્સરા જેવી રત્નમય પુતળીઓ બનાવી હતી. તો બુદ્ધના મતની પેઠે ક્ષણમાં દેખાય ને ક્ષણમાં ન દેખાય તેવી બનાવવામાં આવી હતી. એવી સભા રચીને સુવર્ણના સિંહાસન પર યુધિષ્ઠિરને છે. સાડી મણિચૂડ વિદ્યારે પિતાની મિત્રતા સફળ કરી.
આવા આવા અદ્ભુત સ્થાપત્યોની રચના ભારતમાં પ્રાચીન કાળમાં થતી હતી. જિનપ્રતિમા તથા અન્ય દેવે –
| જિનદર્શનના પ્રાધાન્યદેવ તીર્થકર વીતરાગ-રાગદ્વેષરહિત ગણાય છે. તેમની પ્રતિમાં વિશેષે કરી બેઠી પદ્માસને અને બીજી ઉભી કાર્યોત્સર્ગ મુદ્રામાં પ્રસિદ્ધ છે. એક જ સ્વરૂપની પ્રતિમાઓમાં વીશ તીર્થંકરના નામને પરિચય તેમના લાંછન પરથી થાય છે.
અહીં એક વિશેષતા એ છે કે સંપ્રતિ કુશાનકાળની કેટલીક જિન પ્રતિમાના પ્રતીક (લાંછન) અને પ્રાચીનકાળના પરિકરમાં યક્ષ-વક્ષણનું અનુગામિત્વ પ્રાપ્ત થતું નથી. આ વસ્તુ વિશેષે કરીને ગુપ્તકાળના પ્રારંભથી જોવામાં આવે છે. ત્યારથી તીર્થંકરની પ્રાતમાઓમાં યક્ષ-યક્ષિણીનું અનિવાર્ય સાહચર્ય બની ગયું. આવી માન્યતા પુરાતર્વાદોની છે. તેઓ એમ પણ કહે છે કે યક્ષ-યક્ષિણ પહેલાં ગાધર્વ સાહચર્ય મથુરા અને ગાધાર શિલ્પપ્રતિમાઓમાં જોવામાં આવે છે. ધર્મચક મુદ્રાને પ્રારંભ પણ ગુપ્તકાળથી થયાનું પુરાતત્ત્વવિદો માને છે. પરંતુ સાંપ્રદાયિક માન્યતા તે પ્રાચીન કાળથી હોવાનું માને છે.