________________
શનિશ જાવ त्रिपंचसप्तसंप्रैस्तु करण्डैश्च विराजितम् ।
करण्डमुकुटं कार्य मन्यत् सर्वं यथापुरम् ॥ १३ ॥ બાર આંગળ પહેલી અને સોળ આંગળ ઉંચી, હદયે બે હાથ જોડતી અંજલી દેવી. સ્ત્રી લક્ષણવાળી કિરીટ મુકુટ પહેરેલી કે કેશયુક્ત કરવી.
મુકુટની નીચેથી મૂળ અગ્ર ભાગના ક્રમથી ઓછા ઓછા કરતાં મુકુટનો ઉપલે અગ્ર ભાગ મુકુલાકાર-ખલેલા કમળ જેવી કલ્પનાવાળો ત્રણ પાંચ કે સાત આંટાવાળો કરંડિયાથી સુશોભિત કરે. કરંડિયાના આકારનો મુકુટ કરંડમુકુટ જાણ. બાકી અન્ય સર્વ, આગળ કહ્યું તે પ્રમાણે જાણવું. अथ कुंडलम् ॥ त्रिचतुष्पमात्रं स्यात् पत्रकुंडलविस्तृतम् ।
यवं वृत्तपनं प्रोक्तं श्वेतामं वात्र चार्तवम् ॥ १४ ॥ मकरं कुंडल वाथ सिंहकुंडलमेव वा । गजादिकुंडलं वाथ द्विचतुष्पंचमात्रकम् ॥ १५ ॥ कुर्याद् यासं च तुंगं च तत्तदाकारभेदतः । वृत्तकुंडलविस्तारमष्टादशयवं भवेत् ॥ १६ ॥
वेदांगुलं तु तत्तुंगं रंभाब्जमुकुलोपमम् । કુંડળઃ ત્રણ, ચાર કે પાંચ માત્રા પ્રમાણુનું પત્રકુંડળ પહોળું કરવું. એક થવા જાડાં ગેળ સફેદ, સરળ, પત્રકુંડળ કરવાં. મકરાકૃતિના કે સિંહ આકૃતિના કે ગજ આકૃતિના બે ચાર કે પાંચ માત્રા પ્રમાણમાં કરવાં. કુંડળના આકારના ભેદથી વ્યાસ અને ઉંચાઈ રાખવી. ગોળ કુંડળ અઢાર યવ પ્રમાણમાં કરવાં. ચાર આંગળની ઉંચાઈનાં કમળની જેવાં વિકસિત કુંડળ કરવાં. अथ ग्रैवेयः ॥ हिक्कासूत्रोपरिष्टात्तु उपग्रीवं तु बंधयेत् ॥ १७ ॥
रुद्राक्षं वाथ रत्नं वा हेमक्लुप्तमणि तु वा ।
नानाचित्रविचित्रं तु ग्रैवेयं वा यथोचितम् ॥ १८ ॥ હિક્કસૂત્રની ઉપર ઉપગ્રીવા તે કંઠને ચુંટતું આભૂષણ જાણવું. તે દ્રાક્ષ, રત્ન કે સુવર્ણ કે મણિનું નાના પ્રકારનું ચિત્રવિચિત્ર શોભાયમાન કરવું. अथ वलयः ॥ कटकं वलयोपेतं प्रकोष्ठे तु प्रकल्पयेत् ।
कनिष्ठांगुलिपरीणाहं वलय वर्तुलं तु वा ॥ १९ ॥