________________
पूर्वाध परिशिष्ठ
क्रमान्न्यूना तु कर्तव्या तदहें षु समान्तरा ।
कनिष्ठांगुलपरीणाहं जटानाहमुदाहृतम् ॥ ५ ॥ ૩૨ આંગળથી એકેક આગળની વૃદ્ધિ કરતાં ૬૧ આંગળ ઊંચાઈ સુધીના જટામુકુટ થાય છે. જટાની ઊંચાઈ બેકી સંખ્યાની કરવી, તે પડખે જુદી કરવી. નીચે જટાને ભાગ જાડે રાખવો. પછી ઉપરાઉપર ક્રમથી જટાની જાડાઈ (ફીંડલું) ઓછું છું કરતા જવું. તેમ ઉપર સમાન અંતરવાળી જટા કરવી. જટાની જાડાઈનું સામાન્ય પ્રમાણુ ટચલી આંગળી જેટલું જાડું રાખવું.
जटामुकुटतुंग तु, चतुर्विंशांगुलं तु वा । एकविंशांगुलं वाथ कुर्यादष्टादशांगुलम् ॥ ६ ॥ सप्तदशांगुल वाथ षोडशांगुलमेव वा ।
केशान्तान्मुकुटान्तं तु ललाटे पट्टसंयुतम् ।। ७ ॥ જટામુકુટની ઉંચાઈ ૨૪ આંગળની, ૨૧ આંગળી, ૧૮ આંગળની, ૧૭ { આંગળની કે ૧૬ આંગળ સુધીની જટામુકુટની ઉંચાઈ રાખવી. માથાના વાળના અંતભાગથી મુકુટના નીચેના અંતભાગ સુધી લલાટે-કપાળ પટ્ટો કરે.
मुखान्तव्याससदृश मुकुटस्य विशालकम् । तुंगार्धं वा त्रिपाद वा यथाशम प्रकल्पयेत् ।। ८ ॥ तत्सप्ताष्टनवांशेकहीनमग्रविशालकम् चतुष्पूरिमसंयुक्त भान्वंशं पूरिमोदयम् ॥ ९ ॥
शंभौ जटायां कर्तव्या मूनि गंगा प्रमाणतः । મુકુટ, મુખના ઉપરના ભાગ જેટલે પહોળા કરે. તેની ઉંચાઇ અર્ધ અથવા પિોણા ભાગની શોભાયમાન દેખાય તેવી કરવી. મુખની વિશાળતાથી સાતમા, આઠમા કે નવમા ભાગે આંગળ હીન મુકુટ કરવો. ચાર ભાગથી બારમાં ભાગ સુધીથી ઉંચાઈનો મુકુટ કરે. શિવના જટામુકુટમાં ઉપર મસ્તકના પ્રમાણમાં ગંગાજી કરવાં.
भान्वंगुलायता वाथ षोडशांशसमुच्छ्या ॥ १० ॥ हृदयेऽञ्जलिसंयुक्ता मोक्तस्त्रीलक्षणान्विता ।
किरीटमुकुट चैव केशं वा तत्र कल्पयेत् ॥ ११ ॥ . अय करंडमुकुट ॥ मूलादग्रंक्रमात् क्षीणं करण्डमुकुटस्य तु ।
अग्रस्य मुकुलाकारं मुकुटस्य प्रकल्पयेत् ॥ १२ ॥