________________
पूर्वाध परिशिष्ठ
૨૮૧
૧. મુકુટ :- મુખ્ય ત્રણ પ્રકારના. ૧ કીરિટ મુકુટ, ૨ કરંડમુકુટ, અને ૩ જટામુકુટ, જટામુકુટના જુદા જુદા પ્રકાર-કુંતલ, કેશબંધ; શિરસાણ, બસ્મિલ્લા વાળના જુદા જુદા પ્રકારના મુકુટો કહ્યા છે. વિષ્ણુને કીરિટ મુકુટ; શક્તિ અને ચક્રવતિને કરંડમુકુટ અને શિવ અને બ્રહ્માને જટામુકુટ.
૨. કુંડલ –કાનનાં આભુષણ-પત્રકુંડલ, રત્નકુંડલ; મકરકુંડલ, શંખપત્રકુંડલ, સર્ષ કુંડલ વગેરે.
૩–૫. શ્રેય --ગળાનાં આભુષણે (૩) ગળાને લગતી ઉપગ્રીવા (કંઠે) (૪) પ્રકાસૂત્ર, ગળાનું વચલું આભુષણ, (૫) હીણમાલા, અક્ષમાલા, ઉદર બંધ સુધી લંબાય તેને ત્રણ કે પાંચ શેરે હોય છે. આ શેરેને અમુક અમુક અંતરે જોડતા બંધને પદક કહે છે.
૬. કેયૂર –-બાજુબ ધ
૭. ઉદરબંધ –પડુથી ઉંચું, છાતી નીચે, પિટને આવરી લેતું આભુષણ. તે પર સ્તનસૂત્ર.
૮. ચન્નવીર (છત્રવીર) –ોપવીતની જેમ, પણ બન્ને ખભા પરથી ઉતરતું હોય છે.
૯. સ્કંધમાલા –ખભા પર લટકતી માળા. ૧૦. કટકવલય –હાથનાં આભુષણે-કાંડાના આભરણને વલય કહે છે, તે એકથી પણ વિશેષ દેવીની પ્રતિમાને હેય છે.
૧૧. અંગુલી મુદ્રા –વીંટીઓ, અંગુઠી. ૧૨. યજ્ઞોપવીત –ડાબા ખભાથી જમણી બાજુ લટકતું સૂત્ર.
૧૩. કટિસૂત્ર કેડના ત્રણ બંધવાળું આભુષણ, મધ્યમાં સિંહ કે મકર કે ગ્રાસમુખ પણ લટકે છે.
૧૪. ઉસૂત્ર (ઉરુદ્દામ) -કટિસૂત્રથી સાથળ સુધી લટકતી ખેતીની માળા. (શેરેને મુક્તદામા કહે છે.)
૧૫. પાદજાલક –પગથી શુંટી નીચે ફણને આવરી લેતું આભુષણ. ઘુઘરીઓવાળને નુપુર કહે છે."
૧૬. કટકવલય-ભૂજંગવલય, પગના કાંડાના ભાગનું ગોળ આભુષણ તેમાં શિવ મૂર્તિને ભૂજંગવલય-એટલે સર્પની આકૃતિનું કરવામાં આવે છે.
તા. ૨૬