________________
पूर्वार्ध परिशिष्ट
૨૩૨
હાથથી થતી મુદ્રા એમ અનેક કહી છે. તે સર્વ મૂતિશાસ્ત્રના પ્રયાગમાં આવે તેમ નથી. તેમાં પણ ઉત્તર ભારતના મૂર્તિશાસ્રામાં ફક્ત ત્રણ જ મુદ્રાઓના પ્રયાગ થાય છેઃ-વરદમુદ્રા, અભયમુદ્રા. તનીમુદ્રા, તેમાંની તર્જનીમુદ્રા સૂર્યના પ્રતિહાર ધારણ કરે છે. દ્રવિડ શિલ્પીમાં આ ત્રણ મુદ્રાઓ ઉપરાંત કટક, કવ્યવ‘બિ, સૂચિ, વ્યાખ્યાન, જ્ઞાન અને ગજદડ હસ્તમુદ્રાઓના પ્રયાગ થાય છે.
પામુદ્રાઓમાં: સમપાદ, આભગ, ત્રિભંગ અને અતિભંગના નામથી મુદ્રા વ્યક્ત થાય છે. જૈન પ્રતિમા અને બ્રહ્માદિદેવે પ્રથમ કક્ષાનાં (સમપાદ), જુના સિક્કાઓમાં જરા ઢળતી આલગ હોય છે. ત્રિભંગ ચેષ્ટા વિશેષે ફરી દેવીએની મૂર્તિઓમાં ત્રણ વાંક વાળીને દર્શાવે છે. અતિભગા મુદ્રા નટરાજીવ અને શાક્ત ઉગ્ર મૂર્તિઓ અને બૌધેાના વજ્રયાનની ક્રોધયુક્ત દેવી દેવતાની મૂર્તિઓમાં દર્શાવે છે. કાલીય મન જેવી મૂર્તિમાં તે ખૂબ જોરદાર છે.
શરીરમુદ્રાઃ—આ મુદ્રાએ પાષાણ મૂર્તિઓ કરતાં ચિત્ર વિદ્યાને વિશેષ ચેાગ્ય છે. ‘ વિષ્ણુ ધર્માંતર માં તેના મુખ્ય નવ પ્રકાર બતાવ્યા છે.
પ્રતિમાશાસ્ત્ર કરતાં ચિત્રકળાને આ શરીરમુદ્રાના વિભાગ અંધ બેસી શકે તેમ છે. પ્રકાશની ક્ષય વૃદ્ધિ અને વર્ણ (રંગ )ના વિનિયોગની વિભિન્ન ચેષ્ટાથી ચિત્રકાર ઉપરક્ત ભાવા તાદ્દશ્ય પ્રદર્શિત કરી શકે છે.
નૃત્યમાં શિવનુ` તાંડવ પ્રાધાન્ય લક્ષણ છે નાટ્ય અને સંગીત એક બીજાનાં પુરક છે. તાંડવનૃત્ય સામાન્ય નૃત્ય નથી. પશુ તે શિવનું પ્રલયંકર નૃત્ય છે દ્રવિડ પ્રદેશાના સ્થાપત્યેામાં શિવતાંડવ એ પ્રમુખ પ્રતિમા હોય છે. ચિદમ્બરના નટરાજ મંદિરમાં ૧૦૮ પ્રકારનાં નૃત્ય સ્થાપત્ય ચિત્રણ દર્શાવેલ છે. ઉત્તર ભારતમાં નટરાજ મૂર્તિના અભાવ છે. ત્યાં લિંગપૂજા વિશેષ છે.
કર્ટિસમ નૃત્ય દ્રવિડ પ્રદેશામાં છે. લલિત નૃત્ય àારામાં છે. લલાટતિલકમ્ કાંજિવરમમાં છે. ચતુરમ તાંજોરમાં છે. શિવનૃત્યમાં સૃષ્ટિની ઉત્પત્તિ રક્ષા અને અંતે સંહાર એ સર્વનું મિશ્ર સ્વરૂપ સમાયલું છે.
૬. નૃત્ય
<
ચિત્ર, વાદ્ય, તાલ, ગીત, ભાષા અને સપ્ત સ્વરાદિભેદ તથા તાંડવાઢિ નૃત્યની શિલ્પમાં કળા તરીકે ગણના કરી છે. આથી તે વિષયની ચર્ચા · અપરાજિત સૂત્રસતાન જેવા મોટા ગ્રંથમાં કરી છે.
નૃત્યનું આદિ સ્વરૂપ શિવના તાંડવ નૃત્યને કહ્યું છે. આથી નૃત્ય કળાના પિતા શિવ છે. નૃત્યનાથ શાસ્ત્રપર ભરતે એક સમૃદ્ધ ગ્રંથ સંસ્કૃત પદ્યમાં લખેલ છે.