________________
૧૦૨
દેવતા રષ્ટિ કથાપનાધિકાર સ. ૮ જાનબાશ રાવ પટ્ટિકા, અરધા ભાગની મુખપદિ-કંદ; સાડાત્રણ ભાગને રકંધ (ગલો જાડું બે) કરે. તેમાંથી અરધા ભાગમાં કંદ કાઢ. તે પર અરધા ભાગની અંધારી પટ્ટી, અઢી ભાગની કણી, એક ભાગની ચિપિકા (ચીપલી), બે ભાગને અંતરપત્ર, અઢીભાગ છજા કેવાળ, સાડાપાંચ ભાગની ગ્રાસપદી વિધિથી કરવી. તેના પર અર્ધા ભાગની મુખપટ્ટી (ધસી) કરવી. ત્રણ ભાગની કણી, અરધા ભાગની કઠપટ્ટી. અને તે ઉપર ચાર ભાગને ગલતે (કંધ) કરે. ક્ષેભણઘાટની ઉંડાઈ, આઠ ભાગની (અંતરાળથી) રાખવી. તે રીતે ભાગથી અંકિત સિંહાસન રચવું. ૨૩-૨૭ ઇતિશ્રી વિશ્વકર્મા વિરચિત વાસ્તુવિઘાના જ્ઞાનપ્રકાશ દીપાવને દેવતા દષ્ટિપદ સ્થાપનાધિકાર નામને, શિપ વિશારદ પ્રભાશંકર ઓઘડભાઈ સેમપુરાએ રચેલ, શિષપ્રભા નામની ભાષાઢીકાને આઠમે અધ્યાય સમાપ્ત.