________________
॥ अथ वास्तुविद्यायां दीपार्णवे षष्ठोऽध्यायः ।।
द्वारमानाधिकार
श्रीविश्वकर्मा उवाच
अथातः संप्रवक्ष्यामि प्रासादद्वारमानकम् । एकहस्ते तु प्रासादे द्वारं स्यात् षोडशाङ्गुलम् ॥ १॥ षोडशाङ्गुला वृद्धिश्च पर्यन्तं चतुर्हस्तकम् । गुणाजुला भवेद् वृद्धि-विच्च वसुहस्तकम् ॥ २ ॥ अत ऊर्ध्व द्वयागुला वृद्धिः पंचाशद्धस्तकम् ।
नागरे द्वारमाख्यातं प्रयुक्तं वास्तुवेदिभिः ॥ ३ ॥ શ્રી વિશ્વકર્મા કહે છેહવે હું નાગાદિ દ્વારમાન કહું છું. એક હાથના પ્રાસાદના દ્વારનું માન સેળ આંગળ ઉદયમાં કરવું. પછી ચાર હાથ સુધી–પ્રત્યેક હાથે સેળ સેળ આગળ વધારીને દ્વારને ઉદય કરવો. પાંચ હાથથી આઠ હાથ સુધીના પ્રાસાદનું દ્વારમાન પ્રત્યેક હાથે ત્રણ ત્રણ આંગળ; અને નવથી પચાસ હા સુધીના પ્રાસાદનું દ્વારમાન-બે બે આગળ વધારીને કરવું. આ પ્રમાણે વાસ્તુ કર્મના જ્ઞાતા વિદ્વાનેએ નાગરાદિ જાતિના પ્રાસાદનું દ્વારમાન કહ્યું છે. ૧-૨-૩
यानवाहनपर्यङ्के-द्वारंपासादसमसु ।
दीर्घतोऽयं च विस्तारं शुभं स्यात्तु कलाधिकम् ॥४॥ પાલખી, વાહન, પલંગ, પ્રાસાદ અગર ઘરનાં દ્વારને લંબાઈ (ઉંચાઈ)થી અરધા માને પહોળાઈ રાખવી એ શુભ છે, તેમાં પણ લંબાઈને સળગે ભાગ વધારીને પહોળાઈ કરવામાં આવે તે અધિક શ્રેષ્ઠ છે. ૪ આય દેષની શુદ્ધિ માટે ચૂનાધિક કરવામાં દેષ નથી–
अगुल द्वित्रिक वापि कुर्याद्धीन तथाऽधिकम् ।
आयदोषविशुद्धयर्थ इस्ववृद्धी न दूषिते ॥५॥ આય દોષની શુદ્ધિ માટે આવેલા માનમાં એક બે કે ત્રણ આંગળ એ છાવતું કરવામાં દેષ નથી. ૫ સ, ૧૦