________________
| રથ વાસ્તુવિદ્યા લાવે તારા રે
जगती-तोरणाधिकार
श्रीविश्वकर्मा उवाच
अथातः संप्रवक्ष्यामि जगतीलक्षण बुध ! ।
सा चामूढा दिशाभागा मनोज्ञा सर्वतः प्लवा ॥१॥ શ્રી વિશ્વકર્મા કહે છે હે મુનિ! હું પ્રાસાદની જગતનાં લક્ષણ કહું છું. જે જગતી દિમૂઢ ન હોય તેવી, મનને આનંદ આપનારી, અને ચારે તરફ પાણીને પ્રવાહ જાય તેવી, જગતી શુભ જાણવી. ૧
प्रासादो लिंगमित्युक्तो जगतीपीठमेव च ।।
प्रतिहारा देवकुल विभागा नामतः परम् ॥२॥ પ્રાસાદ તે શિવલિંગનું સ્વરૂપ છે. જેમ લિંગને જળાધારી રૂપ પીઠ છે, તેમ પ્રાસાદને જગતી રૂપ પીઠ જાણવી. તેમાં દેવકુળ અને પ્રતિહારનાં સ્વરૂપે કરવાં, જગતીના વિભાગ પરથી (૬૪) નામ કહ્યાં છે. ૨
आद्या पंचगुणा मोक्ता द्वितीया च चतुर्गुणा । तृतीया त्रिगुणाख्याता कनिष्टा मध्यमोत्तमा ॥३॥ प्रासादपृथुमानेन त्रिगुणा चोत्तमा स्थिता ।
चतुर्गुणा मध्यमा चा-धमा पञ्चगुणोच्यते ॥४॥ પ્રાસાદ રેખા હોય તેનાથી ત્રણગણા વિસ્તારમાં જગતી ઉત્તમ માનની જાણવી. ચારગણા વિસ્તારમાં હોય તે જગતી મધ્યમ માનની જાણવી. અને પાંચગણું વિસ્તારમાં હોય તે જગતી કનિષ્ઠ માનની જાણવી. ૩-૪
૧ સંતાન અવનિત સૂન્ન ૧૧૫થી ૨૩-એમ છ અધ્યાયમાં જગતી વિષે સવિસ્તર વર્ણન છે. ૧ ગણેશ, ૨ શિવ, ૩ બ્રહ્મા, ૪ વિષ્ણુ, " સૂર્ય, ૬ દેવી, ૭ જન, ૮ સર્વદેવ, એમ આઠ દેવેને આઠ આઠ પ્રકારની જગતીનાં નામ અને લક્ષણે સાથે આપેલ છે. તેમ ચોસઠ પ્રકારનાં જગતનાં સ્વરૂપો સવિસ્તર સુંદર રીતે આપેલ છે, સૂત્રધાર સજસિંહ વિરચિત વાસ્તુરાજ ગ્રંથમાં ફક્ત જેનાષ્ટક જગતી સ્વરૂપ આપેલ છે. જ્ઞાનરત્નકલ શિલ્પગ્રંથમાં જગતી વિષે સવિસ્તર વર્ણન છે,
૨ અને બીજો અર્થ એમ પણ નીકળી શકે કે જયેષ્ઠ માનના પ્રાસાદને ત્રણગણી, મધ્ય માનના પ્રાસાદને ચારગણી, અને કનિષ્ઠ માનના પ્રાસાદને પાંચમણી, જગતી કરવી