________________
ઉપઘાત ઃ ૨૧ જરૂરત નથી. આ રીતે વ્યાકરણની મહત્તામાં લૌકિક પરંપરાને માન્ય ન રાખતાં વેદ પરનાં પ્રત્યેક
પ્રાતિશાખ્ય'નું મહત્ત્વ સ્વીકાર્યું. એટલે મીમાંસકો પ્રથમ પ્રાતિશાખ્યોને મહત્વ આપીને બીજાનું વિધાન કરે એવી માન્યતા કસાવી, પરંતુ આ માન્યતા લાંબે કાળ રહી શકી નહિ.
એ પછી વેતાંબર જૈનાચાર્યોમાં વ્યાકરણની સૌથી પહેલી રચના કરનાર શ્રી બુદ્ધિસાગરસૂરિજી દષ્ટિગોચર થાય છે. તેમણે પોતાના નામથી “બુદ્ધિસાગર વ્યાકરણની રચના કરી. આ બુદ્ધિસાગરસૂરિ વર્ધમાનસૂરિના શિષ્ય શ્રીજિનેશ્વરસૂરિના ગુરુભાઈ હતા. તેઓ ચૌલુક્યવંશીય ગૂર્જરનરેશ દુર્લભરાજ (વિ. સં. ૧૦૬ ૬થી ૧૦૭૮) અને પહેલા ભીમદેવના (સં. ૧૮૭૮થી ૧૧૨૦ ) રાજકાળ દરમ્યાન હતા અને આ વ્યાકરણની રચના સં. ૧૦૮માં કરી હતી. ૨૪
એ પછી ધારા પતિ મહારાજ ભજવે “રારસ્વતી કંઠાભરણ” નામનું એક શબ્દાનુશાસન રચેલું છે. આ વ્યાકરણ અતિવસ્તૃત છે. ગ્રંથકારે ગણપાઠ, પરિભાષાપાઠ અને લિંગાનુશાસન વગેરે બધાનો સાત અધ્યાયના સુરપાઠમાં સમાવેશ કર્યો છે. આનો મુખ્ય આધાર પtળની અને રવાના છે. મહારાજા ભેજને રાત્રી રામના નામે એક સાહિત્યનો ગ્રંથ પણ છે. તેમને સમય સં. ૧૭૫-૧૧૧૦ સુધીનો છે. સરસ્વતી કંઠાભરણું વ્યાકરણ પર દંડનાથની દૃરવહરિ નામની સૌથી પ્રાચીન ટીકા છે. દેવરાજ યજવાએ પિતાના નિઘંમાશ માં આને ઉલેખ કર્યો છે. આ ટીકા ચતુર્થ અધ્યાય સુધી છપાઈ ગઈ છે. તેના પર કૃષ્ણલીલાશુક મુનિની એક બીજી ટીકા પણ છે, જે હજી પ્રગટ થઈ નથી.
આ બધા વ્યાકરણપ્રદેશને જોતાં જોતાં માનસરોવર સમા “સિદ્ધહેમચન્દ્ર શબ્દાનુશાસનનાં દર્શન થાય છે. જેઓ એકલે હાથે વ્યાકરણના સમસ્ત વિષય પ્રદેશ ઉપર ધૂમી વળ્યા છે, એટલું જ નહિ જેમણે વાયની વિવિધ ધારાઓ વહેતી કરી છે એ અપૂર્વ શક્તિસંપન્ન કલિકાલસર્વત શ્રી હેમચંદ્રસૂરિજીને પ્રયત્ન સૌથી વધુ આશ્ચર્યકારી ગણાવી શકાય. જેમને આપણે ભારતના અંતિમ મહાવૈયાકરણ તરીકે ઓળખી-ઓળખાવી શકીએ. એ સમર્થ સાહિત્યપુંગવ વિશે અહીં વક્તવ્ય છે.
जयसिंदेववयणाउ, निम्मियं सिद्धवागरणम् ।
नीसेसद्दलावणनिहाणमिमिणा मुणिदेणे ॥ અર્થાત-ગૂર્જરનરેશ જયસિહદેવના વચનથી મુનીન્દ્ર શ્રી હેમચંદ્રસૂરિજીએ સંપૂર્ણ શબ્દલક્ષણનું નિધાન એવું “સિદ્ધહેમ વ્યાકરણ રચ્યું છે.
શ્રી હેમચંદ્રાચાર્યજીને નવું વ્યાકરણ બનાવવા માટે પ્રાચીન વૈયાકરાના ગ્રંથને અભ્યાસ કરવા જરૂરી હતું. આથી સિદ્ધરાજે ઉત્સાહ નામના કાશ્મીરી પંડિતને કાશ્મીર મેકલી આઠ વ્યાકરણે તેમજ ભિન્ન ભિન્ન દેશમાંથી વ્યાકરણના બીજા પ્રાપ્ય ગ્રંથ મંગાવી સૂરિજીને અર્પણ કર્યા. આ વ્યાકરણસમૂહને અવકી તેમણે વ્યાકરણનાં પાંચ અંગઃ ૧} સૂત્રપાઠ, (૨) ઉસાદિત્તિ, (૩૫ લિંગાનુશાસન, (૪) ધાતુપારાયણ અને (૫) ગણપાઠ તેમજ લઘુત્ત, “તત્વપ્રકાશિકા' નામની બૃહત અને “શબ્દ મહાવ' નામે ન્યાસ સાથે “સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન'નામે અભુત શાસ્ત્ર એકલે હાથે રચ્યું.આ વ્યાકરણ રાકરણશાસ્ત્રોના મુકુટસમું ને બધાય વિદ્વાનોના આદરને પાત્ર બન્યું.
૨૪. આ ગ્રંથની અંતિમ પ્રશસ્તિમાં તેઓ નેધે છે: “ શ્રી માયાઝાર સાહેજે ચારે समासहो । सश्रीक नाबालिपुरे तदाय दृश्यं मया सप्तसहस्त्रकल्पम् ॥"