________________
ઉદ્દઘાત : ૧૮ ઈ. સ. ૪૬૦ ની આસપાસને ગણાય. “ચાંદ્રવ્યાકરણની એક વૃત્તિ રેમન અક્ષરોમાં છપાઈ છે તે ધર્મદાસની કહેવાય છે પરંતુ આંતર–બાહ્ય પ્રમાણોથી તે વૃત્તિ ચંદ્રગેમીની પ્રતીત થાય છે એમ કેટલાકનું માનવું છે.
તે પછી ચંદ્રગામીની માફક સાંપ્રદાયિકતાને વશ થઈ જૈનાચાર્યોમાં સૌથી પ્રથમ વ્યાકરણની રચના કરનાર “જૈનેન્દ્રના કતાં દિગંબરાચાર્ય દેવનદી જેમનું બીજું નામ પૂજયપાદ પણ છે. કલહોને બંને વ્યક્તિઓ ભિન હોવાને ઉલ્લેખ કરેલો પરંતુ “નંદીસંઘ પદાવલીના ઉલ્લેખ પ્રમાણે–
શર્વિનન્દી, વરી મતિઃ.
श्रीपूज्यपादापराख्यो, गुणनन्दी गुणाकरः॥ તેમનાં આટલાં પર્યાયવાચી નામથી એ શંકા દૂર થાય છે. પૂજ્યપાદને સમય વિ. સં. પ૦૦૨૫૦ નો મધ્યકાળ છે. “ જેનેન્દ્રવ્યાકરણ'ના બે સંસ્કરણો મળે છે. એકમાં અનન્દીની મહાવૃત્તિ છે જે ઔદીચપાઠ કહેવાય છે, જ્યારે બીજામાં ગુણનદીએ “શબ્દાવચંદ્રિકા’ ની રચના કરી છે તે દાક્ષિણત્ય પાઠ છે. દક્ષિણુત્ય પાઠ દીવ પાડથી બૃહત છે. શ્રીનાથુરામ પ્રેમીએ પોતાના “જૈન સાહિત્ય ઔર ઇતિહાસમાં જણાવ્યું છે કે, ઔદીચ્ય પાઠ મૂળ પાઠ છે, ૫. શ્રી લાલશાસ્ત્રીએ નાહક દાક્ષિણાત્ય પાઠને મૂળ પાઠ ગણાવવાની કોશીશ કરી છે. અભયનંદીના ઔદીચ પાર્ટ પર પ્રભાચંદ્રાચાર્યે રચેલે “શબ્દાંભાજભાસ્કર ન્યાસ’ (રચનાઃ સ. ૧૦૬૦ લગભગ ) રચ્યો છે, જેને શ્રુતકીતિએ વ્યાકરણરૂપી પ્રાસાદની રત્નભૂમિની ઉપમા આપી છે અને શુષ્ક શબ્દવિષયક ગ્રંથને દર્શનશાસ્ત્રની તાર્કિક ચર્ચા વડે રસસભર બનાવી દાર્શનિક ગ્રંથની કટિમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. એ સિવાય મહાચંદ્ર વગેરે વૃત્તિઓ પણ છે. સ્વયં દેવનંદીએ પણ પોતાનું સૂત્રપાઠ ઉપર એક “જનેન્દ્રજાસ” નામે વૃત્તિની રચના કરી હતી, જે આજે ઉપલબ્ધ નથી. પૂજ્યપાદ “પાણિનીય વ્યાકરણ” પર “શબ્દાવતાર' નામે એક ન્યાસ લખ્યા ઉલ્લેખ મળે છે.
એ પછી ભર્તુહરિએ “મહાભાષ્ય” પર ટીકારૂપે “વાક્યપદીય' નામે વિસ્તૃત રચના કરી છે. આ ગ્રંથ વિદ્વાનોમાં પ્રમાણભૂત મનાય છે. ભર્તુહરિને મૃત્યુસમય ચીની યાત્રી ઈત્સંગે ઈ. સ. ૬૫૦ નાંખે છે.
એ પછી “પાણિનીય' ઉપર “કાશિકાવૃત્તિ નામને સુંદર ટીકા ગ્રંથ છે. તે બે વિદ્વાનોના સંયુકત પ્રયાસથી ચાલે છે. જયાદિત્ય આ વાતને પૂર્ણ કરે એ પહેલાં જ દિવંગત થયા હશે તેથી વામને એ કાર્ય પૂરું કર્યું હોય એમ લાગે છે. આ ગ્રંથ સાતમી સદીને હેવાનું અનુમાન છે. જેનાચાર્ય વર્ધમાનસૂરિકૃત ગણરત્નમહોધ'માં આ વૃત્તિના કત તરીકે વિશ્રાંત વિદ્યાધર એવું વામનનું બી જુ નામ આપે છે. ભોઇ દીક્ષિતના પૌત્ર હરિદીક્ષિતે પિતાની “શહરત્ન ' નામની ટીકામાં જયદિત્ય અને વામનને વિભાગપૂર્વક ઉલ્લેખ કર્યો છે. જ્ઞાન-વિજ્ઞાન પરિવારવૃત્ત હતો જામનતા દૂ@fમણt | કાશિકાછત્તિ ઉપર બૌદ્ધાચાર્ય જિનેન્દ્રબુદ્ધિએ ઈ. સ. ૭૦૦ ની આસપાસ રચાર ગ્રંથ લખે છે. તેના ૧-૧-૫ સૂત્રમાં જયાદિત્યનું નામ આપ્યું છે. તે ઉક્ત વાતથી વિરુદ્ધ
૨૦. “મફત શરીર માનવંશ' મ. ૧. પૃ. ૨૮૮;
ર. કેશવલાલ ધ્રુવે પિતાના “સાહિત્ય અને વિવેચન' નામના પુસ્તકમાં “એશિયાઈ દૂણો’ નામના લેખની જનની સવારીમાં ઊંડાણથી વિચાર કર્યો છે, પરંતુ તેમણે નોંધેલો સમય હજી વિદ્વાનોને સ્વીકાર્ય બન્યું નથી.