________________
૧ર : શ્રી હેમચંદ્રસૂરિજીનું જીવન ભંડારમાંથી મળી આવ્યું છે ને એ ચિત્ર પ્રગટ થઈ ચૂકયું છે. વળી, કવિ યશશ્ચંદ્રરચિત મુદતરદ નારા આ વાદ વિશેની પૂરી તકોક પર અજવાળું પાડે છે.
બીજા એક પ્રસંગે પાટણના સાંકડા રસ્તા ઉપર સિદ્ધરાજને આચાર્યશ્રીને ભેટ થશે. સિદ્ધરાજને હાથી એ રસ્તા પર અટકીને ઊભો રહ્યો ત્યારે શ્રી હેમચંદ્રસૂરિજીએ કહ્યું:
“જાર કર કર ! સિતાનમાલિમ્ .
प्रस्यन्तु दिग्गजाः किं तैर्भूस्त्वयैवोद्धृता पुनः॥" હ સિદ્ધરાજ ! હસ્તિરાજને નિઃશંકપણે વધવા દે, પૃથ્વીને ધારણ કરનાર દિગ્ગજે ભલેને ખળભળે; કેમકે હવે સમસ્ત પૃથ્વીને તે તે જ ધારણ કરેલી છે, એથી દિગ્ગજ ખસી જાય તેની પરવા નથી.”
સિદ્ધરાજને શ્રી હેમમંદ્રાચાર્યનાં એવા શુભ સમયમાં દર્શન થયાં હતાં કે તે પછી તેણે માળવા ઉપર ચડાઈ કરીને જીત મેળવી હતી. આ જીત શ્રી હેમચંદ્રરિછ પ્રત્યેની એની પરમ શ્રદ્ધાનું કારણ બન્યું હતું.
વિ. સં. ૧૧૯૨ લગભગ સમય હતો. હેમચંદ્રસૂરિજીની ઉંમર એ સમયે ૪૬ વર્ષની હતી. માલવપતિ યવ ઉપર જીત મેળવીને પાટણના સિંહદ્વારમાં પ્રવેશ કરતા સિદ્ધરાજને પ્રજાએ વધાવ્યો ને કવિઓએ નવા પરંતુ રાજસભાની વચ્ચે શ્રી હેમચંદ્રાચાર્યે પોતાના કવિત્વપૂર્ણ આશીવૉદથી તેને આ રીતે બિરદાવ્યો હતો
“भूमि कामगवि! स्वगोमयरसैरासिश्च रत्नाकरा
मुक्तास्वस्तिकमातनुध्वमुडुप ! वं पूर्णकुम्भीभव । धृत्वा कल्पतरोईलानि सरलैदिग्वारणास्तोरणा-.
न्याधत्त स्वकरविजित्य जगतीं नन्वेति सिद्धाधिपः॥" “હે કામધેનું! તું તારાં ગોમયસથી ભૂમિને સીંચી દે હે રત્નાકર ! તું મોતીઓથી સ્વસ્તિક પૂરી દે, હે ચંદ્ર! તું પૂર્ણ કુંભ બની જા; હે દિગ્ગજો! તમે સુંઢ સીધી કરી કલ્પવૃક્ષનાં પત્રો લઈ તોરણ ર; ખરેખર, સિદ્ધરાજ પૃથ્વી જીતીને અહીં આવે છે. ”
આ સ્તુતિથી વિકસ્ત્રિય રાજવી ખૂબ ખુશ થયો. એ જોઈ જૈનેતર વિદ્વાને ઝાંખા પડી ગયા. રાજવીએ પિતાની મહત્ત્વાકાંક્ષાનું મૂર્તરૂપ આ સૂરિમાં નિહાળી લીધું. એ મહત્ત્વાકાંક્ષાને સફળ બનાવવાની સુભાગી પળ દૂર નહોતી.
માળવાના વિજય પછી અવંતી રાજભંડારમાંથી પ્રાપ્ત થયેલા ગ્રંથ કયા વિષયના છે. એ સંબંધે નિયુક્ત કરેલા પંડિતોને પૂછતાં તેમણે જણાવ્યું કે –
વિદ્વાનોમાં શિરોમણિ એવા માલવપતિ ભેજરાજનું બનાવેલું આ “ભવ્યાકરણ' નામનું શબ્દશાસ્ત્ર છે. ભેજરાજે બીજાં રચેલાં અલંકાર, તર્ક, નિમિત્ત વગેરે શાસ્ત્રો પણ છે. એ સિવાય આ ભંડારમાં ગણિત, તિ, વાસ્તુ, સામુદ્રિક, સ્વપ્ન, શકુન, વૈઘક, અર્થશાસ્ત્ર મેધમાલા, પ્રશ્નચૂડામણિ, રાજનીતિ, આર્યસદ્દભાવ તથા અધ્યાત્મ વગેરે શાસ્ત્રો પણ છે.”
આ સાંભળીને સિદ્ધરાજને થયું કે મારે દેશ પરાયાં શા પર જીવે છે? આ સ્થિતિ સંસ્કારસંપન્ન દેશ માટે શરમાવનારી છે. આ દેશના રાજવી તરીકે મારે માટે આ વસ્તુ કલંકરૂપ છે. આથી સિદ્ધરાજે રાજસભા આગળ પેતાને મહત્ત્વાકાંક્ષી બોલ નાઓ :