________________
ઉપઘાત : ૧ એ જે મહત્ત્વાકાંક્ષી હતા તેવો પ્રજાવત્સલ હતા. ઇતિહાસના અવલોકનથી એ જાણતો હતો કે અમારી કીર્તિ અમારા દેશ પૂરતી કે અમારા જીવનળ પૂરતી જ ગણાય; પરંતુ પ્રજાની આંતરિક સંપત્તિના સાચા રક્ષ અને ઉદ્ધારકે તો સાહિત્યના ઉપાસક વિદ્વાનો જ છે. એમના સરકાર કે સન્માન વિના કોઈ પણ રાજવીની કીતિ ચિરંજીવ બની શકતી નથી તે પ્રજામાં ખમીર જઇ શકતું નથી. એ જ સંસ્કારસંપત્તિ પ્રજાજીવનમાં વારસાગત બને છે. માલવપતિ મુંજ અને ભેજને આદર્શ એની સામે હતા ને એ આદશે એની રાજસભામાં વિદ્વાનને સત્કાર થતો ને વિદ્વાનો વિનિયોગ થતો.'
એ સમયે પ્રસિદ્ધિ પામેલા જૈનાચાર્ય વિરમૂરિજી અને પ્રમાણુનયતવાલેક' જેવા પ્રૌઢ આકર ગ્રંથના રચયિતા તાર્કિકશિરોમણિ વાદી દેવસૂરિજીનુ એ બહુમાન કરતા હતા. એ સિવાય સાંખ્યવાદી સિંહ, બહુત વિદ્વાન મહર્ષિ, કાશ્મિરી પંડિત ઉત્સાહ, વિચક્ષણ વિદ્વાન સાગર, તર્કકુશળ પતિ રામ ને પ્રજ્ઞાચક્ષુ મહાવિદ્વાન જૈન કવીશ્વર શ્રીપાલ એની રાજસભાને શોભાવતા હતા. વળી, મલધારી હેમચંદ્રસૂરિ, ધર્મસૂર, વર્ધમાનસૂરિ, સોમપ્રભસૂરિ ને વાડ્મટ જેવા જૈન વિદ્વાનોના પરિચયમાં એ આવ્યો હતો. દેવબોધ પંડિત અને ભાવ બૃહસ્પતિ જેવા વિદ્વાનેએ પાટણની પ્રજાને એક વાર મુગ્ધ બનાવી દીધી હતી.
આવી અસાધારણ ભૂમિની એરણ પર શ્રી હેમચંદ્રાચાર્યજીને પિતાની મહત્ત્વાકાંક્ષાના ઘાટ ઘડવા હતા. એમની વિદ્વત્તાની કસોટીનો એ કાળ કે કપ હશે !
એમણે પાટણની ભૂમિ ઉપર સ્વયંપ્રતિષ્ઠિત પગ માંડ્યા. તેમણે વાતાવરણને માપી લઈ ઠેર ઠેર પોતાની વિદ્વત્તાભરી વાણીને સ્રોત વહેતો કર્યો. એમણે વિદ્વાનોને આકર્ષ્યા હતા અને પ્રજાને રંજિત કરી હતી. વિદ્ધતસમામાં એમના પાંડિત્યથી વાદીઓ તે ઘા ખાઈ ગયા હતા. બ્રાહ્મણ પંડિત ટાણે મારતા કે, “તમારું પાંડિત્ય તે અમારું શાસ્ત્રો પર ગાજે છે.” આ હકીકત એમને હાડોહાડ વ્યરૂપી ગઈ હતી. આ સબંધી એક પ્રસંગ પુરાતન પ્રબંધસંગ્રહ ' (પૃ. ૩૭) નામના ગ્રંથમાં ઉલ્લેખાયેલે છે. એને સાર એ છે કે, આલિગ નામના પુરોહિતને જ્યારે શ્રી હેમચંદ્રસૂરિએ એક પ્રશ્નના જવાબમાં નિત્તર બનાવી દીધો ત્યારે આલિગે કહ્યું: “અમારાં શાસ્ત્રો ભણુને જ અમારી સામે થાઓ છે ?” ત્યારે શ્રી હેમચંદ્રસૂરિજીએ જવાબ વાળ્યો: “શું એન્દ્ર વ્યાકરણ તમારું છે? છતાં હવે હું માતૃકારહિત સમગ્ર રીતે નવું વ્યાકરણ બનાવીશ.”
શ્રી હેમચંદ્રષ્ટિએ વિચાર્યું કે ગુજરાતમાં શું છે ને શું નથી ? અહીં વૈભવ ને સત્તા છે, વિદ્વત્તા ને ધાર્મિક સંસ્કાર પણ છે, તો તેને પિતાનું અમર વાલ્મય કેમ નહિ ?
શ્રીહેમચંદ્રસૂરિજીને સિદ્ધરાજ સાથે યોગ ક્યારે થયો એ જાણવાનું કઈ સાધન નથી, છતાં કેટલાક પ્રસંગમાંથી ઝાંખું અજવાળું પડે છે તે જોઈએ.
સં. ૧૧૮૧ નું એ વર્ષ હતું. કર્ણાટકદેશીય દિગંબર તાર્કિકાચાર્ય વાદી કુમુદચંદ્ર પાટણમાં વાદભેરી વગડાવી ત્યારે ગૂર્જરદેશીય વેતાંબર તાર્કિકશિરોમણિ મહાવાદી શ્રીદેવસૂરિજીએ એ વાતનું બીડું ઝડપી લીધું. આ વાદ ગૂર્જરેશ્વરની રાજસભામાં ગૂર્જરપતિ સિદ્ધરાજ અને કવચક્રવતી શ્રીપાલના અધ્યક્ષપણ હેડળ થયું હતું. વાદી દેવસૂરિજીની સાથે બીજા રિપુંગવો પણ હતા; એમાં શ્રી હેમચંદ્રાચાર્યનું સ્થાન પણ મહત્તાભર્યું હતું. વાદી શ્રીદેવસૂરિજીથી બે વર્ષ ઉંમરે નાના છતાં આચાર્ય પદવીથી આઠ વર્ષ મોટા એવા શ્રી હેમચંદ્રસુરિજીનું સ્થાન માનનીય હોય એમાં શંકા નથી આ વાદમાં સિદ્ધરાજે શ્રી હેમચંદ્ર મુરિઝનું પ્રતિભાપટુત્વ પિછાણ્યું હોય. આ વાદમાં શ્રીદેવસ્યુરિજીની જીત થઈ હતી ને તેમને વાદી તરીકેની પ્રતિષ્ઠા વરી હતી. આ પ્રસંગનું તાડપત્રીય ગતિ ઉપરના કાષ્ઠફલકમાં આલેખાયેલું સુંદર ચિત્ર જેસલમેર