________________
ઉપોદ્દઘાત : ૧ શું આપણા ભંડારોમાં રચનાબદ્ધ સુંદર શાસ્ત્ર નથી? શું આખાયે ગૂર્જર દેશમાં એવા કોઈ સર્વશાસ્ત્રનિપુણ વિદ્વાન નથી ?” આ સાંભળી બધાય એકઠા થયેલા વિદ્વાનોએ શ્રી હેમચંદ્રસૂરિજી તરફ નજર માંડીને અવસર રાજવીએ સૂરિજીને વિનંતિ કરી
“મહર્ષિા શબ્દોની વ્યુત્પત્તિ કરનારું શાસ્ત્ર રચીને અમારા મનોરથ પૂર્ણ કરે. આપના સિવાય આ માટે બીજો કોઈ સમર્થ નથી. આ સમયે આપણે દેશ “કલાપક-કાતંત્ર' વ્યાકરણને ભણે છે છતાં તેનાથી જોઈએ તેવી વ્યુત્પત્તિ થતી નથી. પાણિનિનું વ્યાકરણ વેદાંગ છે એમ કહીને બ્રાહ્મણે વિદ્યાથીઓની અવગણના કરે છે, એવી ઈષ્યાંથી શું ફળ આવી શકે ? માટે
મન તવ ચર્સ, કુળે ૪ મુનિના!!
વિશ્વકોશાક, દ ચાર નવ હે મુનીશ્વર! નવા વ્યાકરણની રચના કરે, એથી મને યશ અને તમને ખ્યાતિ મળશે ને સમગ્ર લાકના ઉપકારનું પુણ્ય થશે.”
આમ એક બાજુ સિદ્ધરાજ જયસિંહને ભોજરાજની પાંડિત્યકીર્તિને જીતે તેવી રાજસી મહત્વાકાંક્ષા જન્મી તેમ બીજી બાજુ શ્રી હેમચંદ્રસૂરિજીને નવું વ્યાકરણ બનાવવાની સાત્વિક પ્રેરણા મળતાં ગુજરાતની અસ્મિતા જાળવવાના કેડ મૂર્ત થયા.