________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨]
[ મોક્ષશાસ્ત્ર એક વસ્તુમાં બીજી વસ્તુની શક્તિ પ્રકાશીને, એક વસ્તુ બે વસ્તુનું કાર્ય કરે એમ માનવું તે મિથ્યા અનેકાન્ત; અથવા તો સમ્યફ અનેકાન્તથી વસ્તુનું જે સ્વરૂપ નિશ્ચિત છે તેનાથી વિપરીત વસ્તુસ્વરૂપની કેવળ કલ્પના કરી, તેમાં ન હોય તેવા સ્વભાવોની કલ્પના કરવી તે મિથ્યા અનેકાન્ત છે. ૮-જીવ પોતાના ભાવ કરી શકે અને પરવસ્તુને કાંઈ ન કરી શકે એમ જાણવું તે સમ્યક્ અનેકાન્ત; જીવ સૂક્ષ્મ પુદ્ગલોનું કાંઈ ન કરી શકે પણ સ્થળ પુદ્ગલોનું કરી શકે
એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત. (૭) સમ્યક્ અને મિથ્યા એકાન્તનું સ્વરૂપ
પોતાના સ્વરૂપે હોવાપણું અને પરરૂપે નહિ હોવાપણું-આદિ વસ્તુનું જે સ્વરૂપ છે તેની અપેક્ષા રાખીને પ્રમાણ દ્વારા જાણેલ પદાર્થના એક દેશનો (એક પડખાનો) વિષય કરનાર નય તે સમ્યક એકાંત છે, અને કોઈ વસ્તુના એક ધર્મનો નિશ્ચય કરી તે વસ્તુમાં રહેલા અન્ય ધર્મોનો નિષેધ કરવો તે મિથ્યા એકાંત છે.
(૮) સમ્યક અને મિથ્યા એકાન્તનાં દષ્ટાંતો ૧-“સિદ્ધ ભગવાનો એકાંત સુખી છે”—એમ જાણવું તે સમ્યફ એકાંત છે, કેમકે “સિદ્ધ જીવોને બિલકુલ દુઃખ નથી' એમ ગર્ભિતપણે તેમાં આવી જાય છે. સર્વ જીવો એકાંત સુખી છે-એમ જાણવું તે મિથ્યા એકાંત છે, કેમકે તેમાં અજ્ઞાની જીવો વર્તમાન દુઃખી છે તેનો નકાર થાય છે. ૨-એકાંત બોધબીજરૂપ જીવનો સ્વભાવ છે' એમ જાણવું તે સમ્યક એકાંત
છે, કેમકે “છદ્મસ્થ જીવની વર્તમાન જ્ઞાનઅવસ્થા ઓછા ઉઘાડવાળી છે – એમ તેમાં ગર્ભિતપણે આવી જાય છે. ૩-“સમ્યજ્ઞાન તે ધર્મ છે'—એમ જાણવું તે સમ્યક એકાંત છે. કેમકે
સમ્યજ્ઞાનપૂર્વક વૈરાગ્ય હોય છે-' એમ ગર્ભિતપણે તેમાં આવી જાય છે; સમ્યજ્ઞાન વિનાનો ત્યાગ તે જ ધર્મ છે –એમ જાણવું તે મિથ્યા એકાંત
છે, કેમકે તે સમ્યજ્ઞાન વિનાનો હોવાથી મિથ્યા ત્યાગ છે. (૯) પ્રમાણના પ્રકારો પ્રમાણના બે પ્રકાર છે-પરોક્ષ અને પ્રત્યક્ષ. પરોક્ષ:- જે ઈન્દ્રિયોથી સ્પર્શાઈ પ્રવર્તે તથા જે ચક્ષુ અને મનથી વગર સ્પર્વે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com