________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
અ. ૧ સૂત્ર ૬]
પ્રવર્તે-એમ બે પરદ્વારોથી પ્રવર્તે તે પરોક્ષ છે.
પ્રત્યક્ષઃ કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. પ્રમાણ તે સાચું જ્ઞાન છે, તેના પાંચ ભેદો છે-મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળ. તેમાં મતિ અને શ્રુત મુખ્યપણે પરોક્ષ છે, અવધિ અને મન:પર્યય એ વિકલ ( અંશ )
પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન તે સકલપ્રત્યક્ષ છે.
(૧૦) નયના પ્રકારો
નય બે પ્રકારના છે-દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. તેમાં જે દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિકનય છે અને જે પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે તે પર્યાયાર્થિકનય છે.
દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય એટલે શું
ગુણાર્થિકનય શા માટે નહિ ?
[૨૩
શાસ્ત્રોમાં ઘણે ઠેકાણે દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય એમ બે નયો વાપર્યા છે, પણ ‘ ગુણાર્થિકનય' એમ ક્યાંય વા૫૨વામાં આવ્યું નથી, તેનું કારણ શું? તે કહેવાય છે:
તર્ક:- ૧. દ્રવ્યાર્થિકનય કહેતાં તેનો વિષય ગુણ અને પર્યાયાર્થિકનય કહેતાં તેનો વિષય પર્યાય, તથા એ બન્ને ભેગું થઈને પ્રમાણ તે દ્રવ્ય, આ રીતે ગણીને ગુણાર્થિકનય વાપર્યો નથી; આ પ્રમાણે કોઈ કહે–તો એ બરાબર નથી. કેમકે એક્લા ગુણ તે દ્રવ્યાર્થિકનયનો વિષય નથી.
તર્કઃ- ૨. દ્રવ્યાર્થિકનયનો વિષય દ્રવ્ય અને પર્યાયાર્થિકનયનો વિષય પર્યાય, તથા તે પર્યાય ગુણનો અંશ હોવાથી પર્યાયમાં ગુણ આવી ગયા, એ રીતે ગણીને ગુણાર્થિકનય વાપર્યો નથી; આ પ્રમાણે કોઈ કહે–તો તેમ પણ નથી. કેમકે પર્યાયમાં આખો ગુણ આવી જતો નથી.
ગુણાર્થિકનય ન વા૫૨વાનું વાસ્તવિક કા૨ણ
શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનય એ બે જ નયો વાપરવામાં આવ્યા છે, તે બે નયોનું ખરૂં સ્વરૂપ એ છે કે
પર્યાયાર્થિકનયનો વિષય જીવનો અપેક્ષિત બંધ–મોક્ષનો પર્યાય છે, અને તે રહિત (બંધ-મોક્ષની અપેક્ષા રહિત) ત્રિકાળી ગુણ અને ત્રિકાળી નિરપેક્ષ પર્યાય સહિત ત્રિકાળી જીવદ્રવ્યસામાન્ય તે દ્રવ્યાર્થિકનયનો વિષય છે–આ અર્થમાં શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com