________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૧ સૂત્ર ૬]
[૨૧
છે તેને નિરૂપણ કરવામાં તત્પર છે તે સમ્યક્ અનેકાન્ત છે. દરેક ચીજ પોતાપણે છે અને ૫૨૫ણે નથી. આત્મા સ્વસ્વરૂપે છે-૫૨સ્વરૂપે નથી; ૫૨ તેના સ્વરૂપે છે અને આત્માના સ્વરૂપે નથી-આ પ્રમાણે જાણવું તે સમ્યક્ અનેકાન્ત છે. અને ત-અતત્ સ્વભાવની જે ખોટી કલ્પના કરવામાં આવે તે મિથ્યા અનેકાન્ત છે. જીવ પોતાનું કરી શકે અને બીજા જીવનું પણ કરી શકે-એમાં જીવનું પોતાથી અને ૫૨થી એમ બન્નેથી તપણું થયું તેથી તે મિથ્યા–અનેકાન્ત છે.
(૬) સમ્યક્ અને મિથ્યા અનેકાન્તના દષ્ટાંતો
૧-આત્મા પોતાપણે છે અને ૫૨૫ણે નથી એમ જાણવું તે સમ્યક્ (સાચું ) અનેકાન્ત; આત્મા પોતાપણે છે અને ૫૨૫ણે પણ છે એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત.
૨-આત્મા પોતાનું કરી શકે છે અને શરીરદિ પર વસ્તુઓનું કાંઈ કરી શકતો નથી–એમ જાણવું તે સમ્યક્ અનેકાન્ત;
આત્મા પોતાનું કરી શકે છે અને શરીરદિ ૫૨નું પણ કરી શકે છે એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત.
૩–આત્માને શુદ્ધભાવથી ધર્મ થાય અને શુભભાવથી ધર્મ ન થાય એમ જાણવું તે સમ્યક અનેકાન્ત;
આત્માને શુદ્ધભાવથી ધર્મ થાય અને શુભભાવથી પણ ધર્મ થાય એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત.
૪-નિશ્ચયસ્વરૂપને આશ્રયે ધર્મ થાય અને વ્યવહારના આશ્રયે ધર્મ ન થાય એમ જાણવું તે સમ્યક અનેકાન્ત;
નિશ્ચયસ્વરૂપને આશ્રયે ધર્મ થાય અને વ્યવહારના આશ્રયે પણ ધર્મ થાય એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત.
૫-વ્યવહા૨નો અભાવ થતાં નિશ્ચય પ્રગટે એમ જાણવું તે સમ્યક્ અનેકાન્ત; વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત. ૬-આત્માને પોતાની શુદ્ધ ક્રિયાથી લાભ થાય અને શરીરની ક્રિયાથી લાભ કે નુકશાન ન થાય એમ જાણવું તે સમ્યક્ અનેકાન્ત; આત્માને પોતાની શુદ્ધ ક્રિયાથી લાભ થાય અને શરીરની ક્રિયાથી પણ લાભ થાય એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત.
૭-એક વસ્તુમાં ૫૨સ્પર બે વિરોધી શક્તિઓ (સત્-અસત, તત્ત્નુંઅતત, નિત્ય-અનિત્ય, એક-અનેક વગેરે) પ્રકાશીને વસ્તુને સિદ્ધ કરે તે સમ્યક્ અનેકાન્તઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com